Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈ કરનારા ઝડપાયા:રોકાણના બહાને 73 લાખ પડાવી લેનારા સુરતના જમીન દલાલ સહિત 4 પકડાયા

    15 hours ago

    શેરબજારમાં રોકાણ કરીને વધારે નફો કરી આપવાની લાલચ આપીને રૂ.55 લાખની ઠગાઈ કરનારા સુરતના જમીન દલાલની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી હતી. જમીનની દલાલીના પૈસા આવ્યા હોવાનું કહીને આરોપીઓ પરિચિત પાસેથી કરંટ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર લીધા હતા. જ્યારે શેર બજારમાં રોકાણ કરીને 200 ટકા નફો અપાવવાની લાલચ આપી એક વ્યકિત પાસેથી રૂ.17.90 લાખ પડાવી લેનારા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. દોઢ વર્ષ પહેલા એક વ્યકિતને શેર બજારમાં રોકાણ કરીને વધારે નફાની લાલચ આપીને સાઈબર ગઠીયાઓેએ રૂ.55 લાખ પડાવી લીધા હતા. જેમાં પોલીસે જયસુખ જીવાણી(પટેલ)(46)(સુરત) ની ધરપકડ કરી હતી. આ અંગે સાઈબર ક્રાઈમના પીઆઈ એ.ડી.ચાવડા એ જણાવ્યું હતુ કે જયસુખે ફરિયાદીને ગોલ્ડ મેમ્બસ ગૃપ -આઈઈએફ નામના વોટસએપ ગૃપમાં એડ કર્યા હતા. જેમાં શેર બજારમાં રોકાણ અને ટ્રેડિંગ માટેની ટિપ્સ આપવામાં આવતી હતી. જેના આધારે ફરિયાદી રોકાણ કરવા માટે પ્રેરાતા તેમને એક લિંક મોકલીને રૂ.55 લાખનું રોકાણ કરાવ્યુ હતુ. જેમાં એપ્લિકેશનમાં નફા સાથે સવા કરોડ કરતાં પણ વધારે બેલેન્સ દેખાતુ હતુ. પરંતુ ફરિયાદી પૈસા વિડ્રો કરી શકયા ન હતા અને તેમની પાસે વધારે પૈસાની માંગણી કરી હતી. પોલીસે તપાસ કરતા ફરિયાદીના પૈસા મુરલીધર ડેવલોપર્સના માલિક સંજય મહેતાના કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેના આધારે પોલીસે તેમના સુધી પહોંચતા જાણવા મળ્યું હતુ કે જયસુખે તેમને કહ્યું હતું કે મારે જમીનની દલાલીના પૈસા આવવાના હોવાથી તે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવું છું. પૈસા જમા થાય એટલે મને આપી દેજો. તેવું કહીને જયસુખે રૂ.55 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જ્યારે તે પૈસા ઉપાડવા માટે જયસુખે તેના ફોનમાં એપ્લીકેશન ચાલુ કરી ઓટીપી અને કસ્ટમર આઈડી મેળવીને તે પૈસા ઉપાડી લીધા હતા. એક વ્યકિતને શેર બજારમાં રોકાણ કરીને 200 ટકા નફો કમાવી આપવાની લાલચ આપીને સાઈબર ગઠિયાઓએ રૂ.17.90 લાખ પડાવી લીધા હતા. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે છેતરપિંડીના આ પૈસા એક કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને તે એકાઉન્ટ નવું ખોલાવાયું હતુ. આટલું જ નહીં એકાઉન્ટની સાથે મોબાઈલ નંબર કનેકટ કરવા નવું સીમકાર્ડ ખરીદ્યુ હતુ. આ માહિતીના આધારે સાઈબર ક્રાઈમના પીઆઈ એ.ડી.ચાવડાની ટીમે સુરતથી જીતેન્દ્ર બુહા(39), શૈલેષ રંગપરીયા(47) અને પિયુશ સોલંકી(26) ની ધરપકડ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જીતેન્દ્રના કહેવાતી શૈલેષે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:SG હાઈ‌વે પર બસથી બેરિકેડ તૂટીને રિક્ષા પર પડતાં એક પેસેન્જરનું મૃત્યુ
    Next Article
    તંત્રની ઘોર બેદરકારી:જીવના જોખમે મુસાફરી! વલભીપુર ગોદાવરી નદીનો પુલ જર્જરિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment