Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:લગ્ન-પ્રદર્શનોના મંડપમાં હવે ફાયર સ્ટાફ એલાર્મ સહિતની વ્યવસ્થા હોવી ફરજિયાત

    10 hours ago

    ગુજરાત સરકારે મકાનો, કોમર્શિયલ બિલ્ડિંગો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો તેમજ અસ્થાયી મંડપોમાં આગથી બચાવ અને જીવનસુરક્ષાનાં પગલાંને લગતા નિયમોમાં સુધારો કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં જ 23 ઑક્ટોબરે જાહેર કરેલા ગેઝેટમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ, 2014માં સુધારા જાહેર કર્યા છે. નવા નિયમોમાં ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ(FSC) કઈ ઇમારતો માટે જરૂરી રહેશે, અગ્નિશામક વ્યવસ્થાનાં કયાં ધોરણો લાગુ પડશે અને અધિકારીઓ ક્યારે વધારાનાં સલામતી પગલાં માગી શકશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ફાયર સેફ્ટીમાં કરાયેલા મુખ્ય ફેરફારો - 15 મીટર કે તેથી વધુ ઊંચી હાઇરાઇઝ ઇમારતો માટે પ્રમાણપત્રની જોગવાઈ. - 500 ચો.મી.થી મોટી ઇમારતોનો સમાવેશ. - ઊંચા જોખમવાળા ઉદ્યોગો માટે 50 ચો.મી.થી વધુ વિસ્તારની મર્યાદા. - મંડપ માટે આગ સામેની વ્યવસ્થા ફરજિયાત. ફાયર ઓફિસર વધારાનાં સલામતી પગલાંની માગણી પણ કરી શકશે મંડપ-ટેન્ટ માટે પણ ‘BIS’ લાગુ: લગ્ન, મેળાવડા, પ્રદર્શનોના મંડપ, એસી ડોમ, શામિયાણા અને ટેન્ટ માટે પણ સરકારે નિયમો કડક કર્યા છે. આયોજકોએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અનુસાર પૂરતી ખુલ્લી જગ્યા, ઈમરજન્સી એક્ઝિટ, સુરક્ષિત વાયરિંગ, પાણીનો સંગ્રહ અને તાલીમબદ્ધ ફાયર સ્ટાફ રાખવો પડશે, જેમાં બાંધકામની સામગ્રી, અગ્નિશામક સાધનો, વાયરિંગ અને તાલીમ પામેલા ફાયર કર્મચારીનો સમાવેશ થાય છે. હવે પ્રવેશમાર્ગ, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર ડોર, સ્મોક મેનેજમેન્ટ, ફાયર એલાર્મ, સ્પ્રિંકલર, હાઇડ્રન્ટ, પંપિંગ વ્યવસ્થા, આગ બુઝાવવા માટે પાણીનો સંગ્રહ, ઇમરજન્સી વીજળી સહિતનો સમાવેશ થાય છે. ચીફ ફાયર ઑફિસર કબજેદાર પાસે વધારાનાં સલામતી પગલાંની માગણી કરી શકશે. 500 ચો.મી.થી વધુ બિલ્ટ-અપ હશે તો સર્ટિ. ફરજિયાત: અગાઉ પ્રમાણે 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર જરૂરી રહેશે, હોટેલ, શૈક્ષણિક, સંસ્થાકીય, બિઝનેસ, વેપારી, સ્ટોરેજ, જોખમી અને મિશ્ર ઉપયોગની ઇમારતોમાં એક કે વધુ માળનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 500 ચોરસ મીટરથી વધુ હશે તો પણ પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે. આ 9 મીટર કે તેથી ઊંચી શૈક્ષણિક-સંસ્થાકીય ઇમારતોનો પણ સમાવેશ નવી જોગવાઇમાં કરાયો છે. કોઈ માળે 300 ચો.મીથી મોટી આકસ્મિક એસેમ્બલી પ્રવૃત્તિ ધરાવતી ઇમારતો માટે પણ પ્રમાણપત્ર જરૂરી રહેશે. બે કે તેથી વધુ બેઝમેન્ટ કે બેઝમેન્ટનો વિસ્તાર 500 ચો.મી.થી વધુ હોય તેવી ઇમારતોનો પણ સમાવેશ કરાયો છે. ઉદ્યોગોમાં જોખમ પ્રમાણે વિસ્તાર: 1 એપ્રિલથી અમલ ઓછા-મધ્યમ જોખમી ઉદ્યોગોમાં 500 ચો.મી.થી વધુ બિલ્ટ-અપ માટે, જ્યારે મોટા જોખમવાળા ઉદ્યોગોમાં 50 ચો.મી.થી મોટા માટે 1 એપ્રિલથી લાગુ થશે.
    Click here to Read More
    Previous Article
    ઠગે ‘ટેરર ફંડિંગમાં સામેલ છો’ કહી અડાજણની મહિલાને ધમકાવી:નાણાં મંત્રી, સુપ્રીમના નામે વિધવાને ડિજિટલ એરેસ્ટ કરી 73 લાખ પડાવ્યા
    Next Article
    પૂર નિયંત્રણ અને ક્લાઇમેટ રેઝિલિયન્સ મોડેલનું પ્રેઝન્ટેશન કરાયું:મ્યુ. બોન્ડની સિદ્ધિની દક્ષિણ કોરિયામાં સરાહના, 6 દેશોએ માર્ગદર્શન માગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment