Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપલે ફોલ્ડેબલ ફોન સાથે 6 ડિવાઈસ લોન્ચ કર્યા:ભારતમાં તેનું બુકિંગ અને વેચાણ ક્યારે શરૂ થશે? જાણો કિંમત, ફિચર્સ અને સ્પેશિફિકેશન

    11 hours ago

    એપલે બુધવારે રાત્રે 'સરપ્રાઈઝ એન્ડ શાઈન' લોન્ચ ઈવેન્ટમાં તેના પહેલાં ફોલ્ડેબલ ફોન આઈફોન ડ્યુઓ સાથે 6 ડિવાઈસ લોન્ચ કર્યા. આઈફોન ડ્યુઓમાં 5.4-ઈંચનો કવર ડિસ્પ્લે અને અંદર 7.6-ઈંચની મેઈન સ્ક્રીન છે, જે અત્યાર સુધીના કોઈપણ આઈફોનનો સૌથી મોટો ડિસ્પ્લે છે. સાથે જ એપલે આ વખતે આઈફોન 18 સિરીઝમાં ફક્ત પ્રીમિયમ મોડલ 18 પ્રો અને 18 પ્રો મેક્સ લોન્ચ કર્યા છે. તેમાં સૌથી ખાસ મેઈન કેમેરા છે, જેમાં પ્રોફેશનલ DSLR કેમેરાવાળી ટેકનોલોજી આપવામાં આવી છે. આઈફોન ડ્યુઓ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે. તેની શરૂઆતની કિંમત 3 લાખ રૂપિયા છે, જે ટોપ મોડલમાં 4.50 લાખ સુધી જાય છે. ભારતમાં તેનું બુકિંગ 16 ઓક્ટોબર અને વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે. આઈફોન 18 પ્રોની શરૂઆતની કિંમત 1,64,900 રૂપિયા અને આઈફોન 18 પ્રો મેક્સની 1,79,900 રૂપિયા છે. તેમનું બુકિંગ 12 સપ્ટેમ્બરથી અને વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત, ઈવેન્ટમાં એરપોડ્સ 5, એપલ વોચ સિરીઝ 12 અને વોચ અલ્ટ્રા 4 પણ રજૂ કરવામાં આવ્યા છે. નવા આઇફોન્સના સ્પેશિફિકેશન્સ અને ફીચર્સ ગ્રાફિક્સમાં જુઓ... હવે 3 તસવીરોમાં જુઓ ડ્યુઓનો લુક એપલ Siri AI માં 6 મોટા અપડેટ્સ ------------------- આ સમાચાર પણ વાંચો: આઇફોનમાં પહેલીવાર DSLR કેમેરા જેવી ટેકનિક મળશે:એન્ડ્રોઇડ ફોન કરતાં સારી ઇમેજ ક્વોલિટી, જાણો શા માટે આઇફોનના કેમેરા લોકપ્રિય છે એપલ આજે એન્યુઅલ ઇવેન્ટમાં તેના પહેલા ફોલ્ડેબલ ફોન સાથે આઇફોન 18 સિરીઝના પ્રીમિયમ મોડલ 18 પ્રો અને 18 પ્રો મેક્સ લોન્ચ કરવા જઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ નવા આઇફોન પહેલા કરતા વધુ એડવાન્સ પ્રોસેસર સાથે આવશે, પરંતુ આ વખતે કેમેરાની વાત વધુ કરવામાં આવી રહી છે. કારણ કે, આઇફોનમાં પહેલીવાર DSLR કેમેરામાં ઉપયોગમાં લેવાતી વેરીએબલ અપર્ચર ટેકનિક જોવા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    બ્રિજ અને ચર્ચથી સિવિલ સુધીના નવા ફલાય ઓવરની મંજૂરી મળી‎:ગોધરામાં ફ્લાયઓવરના વિસ્તરણની મંજૂરી મળતાં ખર્ચનો આંકડો 114.55 કરોડે પહોંચ્યો
    Next Article
    માલ્યાએ કહ્યું- બ્રિટન છોડવા પર રોક, ભારત કેવી રીતે આવું:બેંકોને 14000 કરોડ પાછા આપ્યા, છતાં પણ ભાગેડુ કહે છે; વિચારું છું કે કોકરોચ બની જાઉં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment