Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મિત્રએ ચાકુના 7 ઘા ઝીંકી કેટરિંગ સંચાલકની હત્યા કરી:ગંભીર હાલતમાં બાબુસિંઘે કાર ચલાવતા 100 મીટર દૂર થાંભલાને અથડાઈ, મૃતકની સાળીએ કહ્યું- દીકરીઓના લગ્નના અરમાન હતા

    14 hours ago

    વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં 28 મે, 2026ના મોડીરાત્રે કારની ડ્રાઈવિંગ સીટ પર જ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસિંઘ ચૌહાણની તેમના જ મિત્ર હિરેન ઠક્કરે ચાકુના 7 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યા સમયે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન બાબુસિંગની બાજુમાં જ બેઠા હતા. ચાકુના 7 ઘા માર્યા પછી પણ બાબુસિંઘે 100 મીટર કાર ચલાવી હતી અને એક થાંભલા સાથે અથડાઈ હતી. આ સાથે જ તેમનું મોત થયું હતું. આ સમગ્ર કેસમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે પોલીસ માટે પણ કોયડા સમાન છે. હોટલમાં જમતી વખતે કેટરિંગના ધંધાને લઈ બોલાચાલી 28 મેના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બાબુસિંઘે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનને ફોન કરીને હિરેનના ઘરે આવવા માટે જણાવ્યું હતું. 10 વાગ્યા આસપાસ જેકોબ માર્ટિન અને બાબુસિંઘ હિરેનના ઘરે પહોંચ્યા હતા. જ્યાંથી ત્રણેય મિત્રો ગોલ્ડન ચોકડી ખાતે જમવા ગયા હતા. જ્યાં હોટલમાં જમતી વખતે હિરેન અને બાબુસિંઘ વચ્ચે કેટરિંગના ધંધાને લઈને ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ત્યાંથી નીકળી ગયો હતો. હિરેને એક પછી એક બાબુસિંઘને ચાકુના 7 ઘા માર્યા હિરેન ઘરે પહોંચી ગયા બાદ બાબુસિંઘ સાથે ફોન પર વાત કરી હતી અને ફોન પર પણ ઝઘડો થયો હતો. ત્યારબાદ હિરેન બાબુસિંઘને તેના ઘર પાસે બોલાવ્યો હતો. જેથી જેકોબ માર્ટિન અને બાબુસિંઘ ગોલ્ડન ચોકડીથી દાંડિયા બજાર ખાતે આવેલા હિરેનના ઘર પાસે પહોંચ્યા હતા. જ્યાં હિરેન ચાકુ લઇને નીચે ઉતર્યો હતો. નીચે આવતા જ કારમાં બેઠેલા બાબુસિંઘ પર એક પછી એક સાત ઘા મારી દીધા હતા. ગંભીર હાલતમાં કાર ચલાવતા 100 મીટર દૂર થાંભલાને અથડાઈ આ સમયે જેકોબ માર્ટિન તેની એક્ટિવા લઈને ઘરે નીકળી ગયો હતો. બીજી તરફ ચાકુના 7 ઘા વાગ્યા બાદ પણ બાબુસિંઘ કાર લઇને નીકળી ગયો હતો. તે કાર ચલાવી શકે તેવી સ્થિતિમાં નહોતો. કાર હજી 100 મીટર આગળ જઈ થાંભલા સાથે અથડાઈ હતી. આ સમયે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારમાંથી લોહીથી લથપથ લાશ મળી આવી હતી. પોલીસે પાણીગેટ વિસ્તારમાંથી આરોપી હિરેનને દબોચ્યો કારમાંથી લાશ મળતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગોય હતો. ઘટનાને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, LCB ઝોન 2 અને સ્થાનિક પોલીસની ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી હિરેન ઠક્કરને પાણીગેટ વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હિરેન ઠક્કર સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 7 ગુના નોંધાયેલા છે. જેકોબ માર્ટિનને રાત્રે જ પૂછપરછ માટે કેમ ન બોલાવ્યો? ઉલ્લેખનીય છે કે, હત્યા પહેલા 3 મિત્રોએ દારૂની પાર્ટી કરી હોવાની ચર્ચા છે. જોકે, પોલીસે તેની કોઈ પુષ્ટિ કરી નથી. આ દરમિયાન પોલીસે પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનું મેડિકલ ચેકઅપ કેમ ન કરાવ્યું? તેને લઈને મોટો સવાલ ઊભો થયો છે. આ ઉપરાંત જેકોબ માર્ટિનને રાત્રે જ પોલીસ પૂછપરછ માટે કેમ ન બોલાવ્યો? અને સવારે 8 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. આ પણ વાંચો: કારની ડ્રાઈવિંગ સીટ પર લોહીથી લથપથ લાશ મળી, VIDEO 'અમારૂં કોઈ નથી, એ અમારા ઘરનો મોભી હતો' મૃતકના સાળી શિલ્પાબેને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા જીજાજીને સાથે લઈ ગયા હતા. રાત્રે પીવડાવ્યું-ખવડાવ્યું અને પાછળથી આ રીતના ઘા મારી દીધા છે. હવે કેમ કર્યા એ અમને ખબર નથી. અમારા માં-બાપ નથી. અમારૂં કોઈ નથી. એ અમારા ઘરનો મોભી હતો. એમનો તો અમને ઘણો સપોર્ટ હતો. એમના વગર તો અમે બધા મરી જઈએ એમ થઈ ગયું છે. એમના વગર તો છોકરાઓ ઘરની બહાર નીકળતા નહોતા. 'એમને છોકરીઓના લગ્નના ખૂબ જ અરમાન હતા' દૂધ-શાકના ભાવની એમની પત્નીને ખબર નથી. હવે આ લોકો કેવી રીતે જીવશે. અરે, એ ઘરનો મેઈન સભ્ય હતો. એના વગર તો અમારા કેટલા ઘર રખડી જશે. બે દીકરીઓ માટે સગું શોધતા હતા. એમને છોકરીઓના લગ્નના ખૂબ જ અરમાન હતા. પોતે કેટરિંગનું કરતા એટલે છોકરીના લગ્નના કેટલા અરમાન હોય. આરોપીને ફાંસી આપો કાં તો આજીવન કેદ આપો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 21 વર્ષની દીકરી માનસી, 19 વર્ષની નિયતિ અને 15 વર્ષનો છોકરો ખુશાલ છે. એ નિરાધાર થઈ ગયા છે. અમે બધા રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યાં બાબુસિંઘ પરિવાર સાથે ખૂબ ખુશ હતા. જોકે, અચાનક આ ઘટના બનતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અમારી માંગણી છે એને ફાંસી આપો કાં તો આજીવન કેદ આપો. અમારો માણસ ગયો એવો એમનો માણસ જાય બસ. બીજું અમને કંઈ જ નહીં જોઈતું. માર્ટિન તેના યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક હતો બરોડાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને 1990ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમ માટે 10 વન-ડે રમી હતી. માર્ટિનને એ યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવતો હતો. તેણે 100થી વધુ ફર્સ્ટ-ક્લાસ મેચ પણ રમી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેણે બરોડા ટીમને કોચિંગ પણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘How do you know when to take rectal bleeding seriously?’
    Next Article
    GT vs RR Cricket Score, IPL 2026 Qualifier 2 Highlights: Shubman Gill slams century as Gujarat defeat Rajasthan by 7 wickets to punch tickets to IPL final

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment