Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રોટરી ક્લબ અને ઇનર વીલ ક્લબે 'બાયબાય નવરાત્રી' ઉજવી:જેમાં ચિલ્ડ્રન, કપલ સ્પર્ધા યોજાઈ; યુથ એક્સચેન્જ પ્રોગ્રામની માહિતી અપાઈ

    6 hours ago

    વેરાવળ રોટરી ક્લબ અને ઇનર વીલ ક્લબ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલના પટાંગણમાં 'બાય બાય નવરાત્રી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 24 ઓક્ટોબર, 2026ના રોજ શનિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો, હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનો જોડાયા હતા. આ ઉજવણીમાં ચિલ્ડ્રન, બોયઝ એન્ડ ગર્લ્સ (અનમેરીડ), મેરીડ અને કપલ સ્પર્ધા યોજાઈ હતી. આ સાથે એક મોટીવેશન પ્રોગ્રામ પણ રખાયો હતો. પાસ પ્રેસિડેન્ટ ગિરીશ ઠક્કરે ઇન્ટરનેશનલ અને નેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી. તેનો હેતુ સભ્યોના બાળકોને વિદેશમાં જઈને ત્યાંની સંસ્કૃતિ અને કલ્ચરનો અભ્યાસ કરવાની તક આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ડિનર અને માં જગદંબાની આરતી બાદ થઈ હતી. અંતે બાળકોને ભેટ આપી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂરો થયો. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રાજેશ જયસ્વાલ અને ઇનર વીલ પ્રેસિડેન્ટ અનિતા ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી રવિ સામાણી, હિતેશભાઈ ચુડાસમા હાર્દિક જયસ્વાલ અને ક્રિસ્ટલ સ્કૂલના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી કાશી પહોંચ્યા, એર શો જોશે:7 કિમીનો રોડ શો, અરવિંદ લિમિટેડના નવા યુનિટનું ઉદ્ઘાટન કરશે; 100 વિમાનો કરતબ બતાવશે
    Next Article
    Nagaland Minister Temjen Imna Along's Playful IFL Trophy Moment Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment