Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':આદિત્ય ગઢવીના ગરબામાં સ્ટેજ પરથી જાહેરાત સાથે VHPના હેલ્પલાઈન નંબર જાહેર; સંઘવીએ કહ્યું-પોલીસનો આભાર માનજો

    14 hours ago

    નવરાત્રિમાં ખેલૈયાઓનો ઉત્સાહ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી રહ્યા છે. અમદાવાદમાં ચોથા નોરતે અલગ અલગ પાર્ટી પ્લોટ અને ગરબા સ્થળો પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, જીગર દાન ગઢવી તેમજ ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારોના સુરે ખેલૈયાઓને મોજ પડી ગઈ હતી. શહેરમાં ગરબા સ્થળોમાં કેટલાક લઘુમતી સમાજના લોકો આવતા હોવાના પગલે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી અને આવા લોકોને ગરબામાંથી બહાર કાઢતા હોય છે. ત્યારે એસપી રીંગ રોડ પર આવેલા આદિત્ય ગઢવીના રંગ મોરલા ગરબામાં બ્રેકના સમય દરમિયાન સ્ટેજ પરથી RJ આકાશ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, કોઈપણ વિધર્મી ગરબામાં હોય તો તેઓ બહાર નીકળી જાય. વિશ્વ હિન્દુ પરિષદની ટીમ ત્યાં કાર્યરત છે. કોઈપણ આવા વ્યક્તિ જણાય તો તેમનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી તેમનો સંપર્ક કરી શકે. આદિત્ય ગઢવીના ગરબામાં લોકો મન મૂકીને નાચ્યા હતા અને આખું ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરાઈ ગયું હતું. હર્ષ સંઘવીએ પોલીસનો આભાર માનવા કહ્યું ચોથા નોરતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં અલગ-અલગ ગરબા સ્થળો પર હાજરી આપવામાં આવી હતી. એસજી હાઇવે પર એશ્વર્યા મજમુદારના સ્વર્ણિમ નગરી ગરબામાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસનો આભાર પણ માનજો. સૌ લોકો ગરબા રમી શકે અને તમારી સુરક્ષા માટે પોલીસ આખી રાત પરિવાર અને નવરાત્રિનો ત્યાગ કરે છે, જેથી સૌ લોકો પોલીસનો આભાર માનજો. આખી રાત જાગીને કિર્તીદાન ગઢવી અને જીગર દાન ગઢવીના ગરબામાં પણ તેઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. મંડપમ ગરબામાં સ્ટેન્ડિંગ ચેરમેને હાજરી આપી અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા મંડપમ ગરબામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને ગોતાના પૂર્વ કોર્પોરેટર અજય દેસાઈ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરી હતી. ગરબા આયોજક વ્રજ ઘોડાએ જણાવ્યું કે, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઢોલ અને શરણાઈ પર ગરબા રમાય છે. ખુબ સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે અને ખાસ કરીને યંગ અને Gen-Z લોકો માટે ગરબાનું સ્પોટ બની ગયું છે. કોઈપણ ઓવર ક્રાઉડ થતું નથી અને પાર્કિંગ સહિતની સુવિધાના કારણે લોકો અહીંયા રમવા આવી રહ્યા છે. 'સૌથી વધારે Gen-Z અહીંયા ગરબા રમવા આવે છે' હર્ષ દાંડાવાલાએ જણાવ્યું હતું કે, ફોરેસ્ટ થીમ ઉપર આખું મંડપમ ઊભું કરવામાં આવ્યું છે. ગરબા સ્થળ પર પ્રવેશથી લઈ અને અલગ અલગ જગ્યા ઉપર ખૂબ જ સુંદર ડેકોરેશન સાથેનું ગરબા સ્થળ બનાવવામાં આવ્યું છે. લોકો શાંતિથી ગરબા રમી શકે અને અહીંયા જ ફૂડની મજા માણી શકે તેના માટે ફૂડ કોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી હોસ્પિટલોમાં મોતિયાની સર્જરી થશે વધુ આધુનિક:₹8.85 કરોડના ખર્ચે 18 એડવાન્સ મશીન ખરીદાશે;અમદાવાદની MJ હોસ્પિટલને સૌથી વધુ 7 મશીન
    Next Article
    બાલાજી ગ્રીન બંગ્લોઝમાં 16 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી:પાટણમાં નિર્મલનગર ફાટક સામે, આકર્ષક રોશની વચ્ચે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment