Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાન વિભાગની આગાહી:આજે સાબરકાંઠામાં થંડરસ્ટ્રોમ સાથે વરસાદ પડવાની શક્યતા

    1 week ago

    પશ્ચિમી પવનના પ્રભાવથી શનિવારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં આકાશ દિવસભર સામાન્ય વાદળછાયું રહ્યું હતું. જેના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને પારો 36 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જોકે વધેલી ભેજને કારણે ઉકળાટ સાથેની ગરમીથી લોકો પરેશાન રહ્યા હતા. હવામાન વિભાગે રવિવારે વધુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સાથે આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ, તેજ પવન અને છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રવિવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે સરેરાશ 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પશ્ચિમી પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. જેને લઇ દિવસના તાપમાનમાં પોણા 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાન 36 ડિગ્રીથી નીચે રહ્યું હતું, પરંતુ વધુ પડતાં ભેજના કારણે ઉકળાટ સાથેની ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. આજે વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના ટુંકાગાળાના અનુમાન મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન સાથે વરસાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    VHPના શહેર પ્રમુખે જીવન ટુંકાવ્યું:વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી શહેર પ્રમુખે ધંધામાં ખોટથી ગળેફાંસો ખાધો
    Next Article
    ખેડૂતોને રાહત:હિંમતનગર માર્કેટયાર્ડમાં તા. 2 એપ્રિલથી તમાકુની ખરીદી શરૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment