Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં ભાજપના જિલ્લા મહામંત્રી પર હુમલો કરતાં 2 સામે ફરિયાદ:વાલોડના બુહારીમાં હુમલો કરી અમિત પટેલનું જાતિવિષયક અપમાન, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

    9 hours ago

    તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 દરમિયાન વાલોડના બુહારી ખાતે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બુહારી મિશ્ર પ્રાથમિક શાળાના મતદાન મથક પર ભાજપના જિલ્લા મહામંત્રી પર જીવલેણ હુમલો અને જાતિવિષયક અપમાન થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના શું હતી? મળતી માહિતી મુજબ, તાપી જિલ્લા ભાજપના મહામંત્રી અમિત પટેલ જ્યારે બુહારી મિશ્ર પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકની મુલાકાતે ગયા હતા, ત્યારે ત્યાં હાજર ટોળામાં રહેલા બે શખ્સોએ તેમને જોઈને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. વીડિયો ઉતારતા ઉશ્કેરાયા આરોપીઓ જ્યારે અમિત પટેલે આ શખ્સોના વર્તનનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ વીડિયો ઉતારવા બાબતે વાંધો ઉઠાવી ફરિયાદીને નાલાયક ગાળો આપી હતી અને જાહેરમાં અશ્લીલ હરકતો કરી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાતિવિષયક ગાળો બોલી ફરિયાદીને જાહેરમાં અપમાનિત કર્યા હતા. ઢીક-મુક્કીનો માર અને જાનથી મારી નાખવાની ધમકી ઘટનાએ ત્યારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે આરોપી સુરજ દેસાઈએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી અને તેમને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. અન્ય આરોપીએ પણ આમાં મદદગારી કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ કાર્યવાહી આ મામલે વાલોડ પોલીસ મથકે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે: 1. સુરજ દેસાઈ 2. સત્યજીત બલ્લુભાઈ દેસાઈ (રહે. બુહારી, તા. વાલોડ) પોલીસે આ બંને વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) 2023 અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ SC/ST સેલ, વ્યારા ના નાયબ પોલીસ અધિક્ષક (DySP) ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સાઉથ 24 પરગણામાં ભાજપના ઉમેદવારની કારમાં તોડફોડ:હુગલીમાં TMC-ISF કાર્યકરો વચ્ચે મારામારી, હાવડામાં EVM ખરાબ થવા પર હોબાળો, 2ની અટકાયત
    Next Article
    ઊર્જા, કૃષિ, શિક્ષણ, પ્રવાસન, તબીબી પ્રવાસન સેક્ટરને ફાયદો થશે:ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ આપવા ICTC ગુજરાત અને આલ્બર્ટા ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે MoU થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment