Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊર્જા, કૃષિ, શિક્ષણ, પ્રવાસન, તબીબી પ્રવાસન સેક્ટરને ફાયદો થશે:ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ આપવા ICTC ગુજરાત અને આલ્બર્ટા ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે MoU થયા

    8 hours ago

    ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ (ICTC) ગુજરાત અને આલ્બર્ટા ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ (AICC) વચ્ચે વેપાર અને સહયોગના નવા યુગની શરૂઆત કરવા માટે વડોદરા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક અને MoU કરવામાં આવ્યો હતો. જેથી બંને દેશો મુખ્યત્વે ઊર્જા અને કુદરતી સંસાધનો, કૃષિ, ઉત્પાદન અને ઉદ્યોગ, શિક્ષણ અને પ્રવાસન અને તબીબી પ્રવાસન જેવા સેક્ટરમાં કાર્ય કરશે. જે વિશે માહિતી આપતા ICTC ગુજરાતના ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે, AICC ઇન્ડિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ વંદના બહેન, આલ્બર્ટા ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના વ્યૂહાત્મક સલાહકાર ભાવેશ ઠાકોર અને અન્ય ઉદ્યોગ સાહસિકો તથા સલાહકારોની ખાસ ઉપસ્થિતમાં એમઓયુ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ આવનારા સમયમાં વિકસિત ભારત 2047ના વિઝનને વેગ મળશે. ઉપરાંત હવે મેમ્બર-ડ્રિવનની જગ્યાએ સેક્ટર-ડ્રિવન અભિગમ ઉપર કામ કરવામાં આવશે. આ ભાગીદારીથી કેનેડા અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે. જે બંને દેશોના આર્થિક વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ભાગીદારીનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વેપાર અને સહકાર વધારવાનો છે. ખાસ કરીને ગુજરાત અને કેનેડાના આલ્બર્ટા રાજ્ય વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કરાર હેઠળ મુખ્યત્વે નીચેના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ કરવામાં આવશે. આ બંને સંસ્થાઓ એકબીજાને મદદરૂપ થશે, જેનાથી આ ક્ષેત્રોમાં નવા અવસરો ઊભા થશે અને ભવિષ્યમાં વેપાર તેમજ રોકાણની પ્રક્રિયા વધુ સરળ બનશે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં ભાજપના જિલ્લા મહામંત્રી પર હુમલો કરતાં 2 સામે ફરિયાદ:વાલોડના બુહારીમાં હુમલો કરી અમિત પટેલનું જાતિવિષયક અપમાન, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ
    Next Article
    EVM 'Glitch', Violence During Polling, Mamata Banerjee's "Terrorism" Charge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment