Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:કોરિયન ફિલ્મો-સિરિઝની અસરમાં વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ 2.1થી 3.6 થયું, એકાગ્રતા ઘટી-પરિવાર સાથે સંવાદ 40% કપાયો

    1 week ago

    ગુજરાતના ક્લાસરૂમ્સમાં હવે ‘નમસ્તે’ને બદલે ‘અન્યોન્ગ-હાસેયો’ (કોરિયન અભિવાદન) સંભળાઈ રહ્યું છે. 2500 વિદ્યાર્થીઓ પર કરાયેલું 4 માસનું ગહન સંશોધન ચેતવણી આપે છે કે કોરિયન સંસ્કૃતિની આ ઘેલછા માત્ર મનોરંજન નથી, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભારતીય સંસ્કારો માટે ‘સ્લો પોઈઝન’ સાબિત થઈ રહી છે. ​સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ બાળકોને કે-ડ્રામા અને કે-પોપના એવા લૂપમાં ફસાવે છે જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ રાત-રાતભર જાગીને સીરીઝ જુએ છે, જેનાથી તેમની ઊંઘ અને એકાગ્રતા પર ગંભીર અસર પડી છે. સૌથી ચિંતાજનક બાબત ‘બ્યુટી સ્ટાન્ડર્ડ્સ’ છે. કોરિયન કલાકારો જેવા દેખાવા માટે બાળકો જોખમી ડાયેટિંગ કરે છે. અંદાજે 35% વિદ્યાર્થીઓ માટે આ આઈડલ્સ હવે ભગવાન સમાન છે, જે તેમને વાસ્તવિક દુનિયાથી કાપીને ‘પેરાસોશિયલ રિલેશનશિપ’ (કાલ્પનિક સંબંધો)માં ધકેલી રહ્યા છે. કોરિયન કન્ટેન્ટ એટલે શું? કોરિયન કન્ટેન્ટ, જેને “હાલ્યું ” તરીકે ઓળખવામાં આવે છે, દક્ષિણ કોરિયાની લોકપ્રિય મનોરંજન લહેર છે, જે આજે વિશ્વભરના યુવાનોને આકર્ષી રહી છે. તેમાં K-popનું ઝૂમતું સંગીત,ભાવનાત્મક K-ડ્રામા, આકર્ષક વેબ સિરીઝ, રંગીન વેબટૂન્સ અને સમકાલીન કાલ્પનિકતા, હીલિંગ રોમાન્સ તથા થ્રિલર જેવી શૈલીઓમાં પુસ્તકો, નોવેલનો સમાવેશ થાય છે. તેની સ્ટાઈલ, ભાવના અને ગ્લેમર યુવાનોના મન અને જીવનશૈલી પર ઝડપથી પ્રભાવ પાડી રહ્યા છે. (તેજસ રાવળ સાથેની વાતચીત પર આધારિત) આ રીતે થયું સંશોધન ■ નિરીક્ષણ: શાળાઓમાં વિદ્યાર્થીઓની વર્તણૂક, બોલચાલ અને ડ્રેસિંગ સ્ટાઈલમાં અચાનક આવેલા બદલાવથી રિસર્ચની શરૂઆત થઈ. ■ ​ડેટા કલેક્શન: પાટણ અને આસપાસના વિસ્તારોના 2500 વિદ્યાર્થીઓનો સર્વે અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. ■ ​તારણ વિશ્લેષણ: મનોવૈજ્ઞાનિક સ્કેલ પર વિદ્યાર્થીઓના તણાવ અને એકાગ્રતાનું ચોકસાઈપૂર્વક માપન કરાયું. ■ ​પરિણામ: ડિજિટલ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સીધો અને નકારાત્મક સંબંધ પ્રસ્થાપિત થયો. બાળકો ભારતીય પરંપરા ભૂલી વિદેશી જીવનશૈલીને ઉત્તમ માને છે ■ ​સંશોધનના તારણમાં ચોંકાવનારા સામે આવેલ આંકડા સ્ટ્રેસ લેવલ ■ ​કોરિયન કન્ટેન્ટના અતિરેકથી તણાવનો આંક 2.1 થી વધીને 3.6 થયો ■ ​શૈક્ષણિક ગ્રાફ: એકાગ્રતાનો સ્કોર 3.8 થી ઘટીને 2.9 પર આવી ગયો. ■ ​ઓળખનું સંકટ: બાળકો ભારતીય સાહિત્ય અને પરંપરાઓ ભૂલીને વિદેશી જીવનશૈલીને શ્રેષ્ઠ માની રહ્યા છે. ■ ​સામાજિક દુરી: સ્ક્રીન ટાઈમ વધતા પરિવાર સાથેના સંવાદમાં 40% નો ઘટાડો નોંધાયો. સમસ્યાનો ઉકેલ: સ્ક્રીન ટાઇમ શૂન્ય કરવો એ ઉપાય નથી ■ ​ડિજિટલ ડાયેટ: બાળકોના સ્ક્રીન ટાઈમ પર પ્રતિબંધ નહીં, પણ ગુણવત્તાયુક્ત નિયંત્રણ રાખો. ■ ​સંવાદ વધારો: વાલીઓ બાળકો સાથે બેસીને કન્ટેન્ટ જુએ અને તેના સારા-નરસા પાસાંની ચર્ચા કરે. ■ ​મીડિયા લિટરસી: પડદા પરની ચમક-ધમક અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજાવવો જરૂરી છે. ■ ​કાઉન્સેલિંગ: શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત સત્રો આયોજિત કરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 લાખ હેક્ટર જમીન NA થતા શેરડીના વાવેતરમાં 40% ઘટાડો
    Next Article
    VHPના શહેર પ્રમુખે જીવન ટુંકાવ્યું:વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી શહેર પ્રમુખે ધંધામાં ખોટથી ગળેફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment