Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 લાખ હેક્ટર જમીન NA થતા શેરડીના વાવેતરમાં 40% ઘટાડો

    1 week ago

    એક સમયે જે સુગર ફેક્ટરીઓ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું પ્રતીક હતી, તે આજે પોતે આર્થિક કટોકટીમાં સપડાઈ છે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં 15% થી 25% સુધીનો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભૂતકાળમાં જેમ કપાસ મંડળીઓ બંધ થઈ ગઈ, તેમ રાજ્યની કાર્યરત 13 સહકારી સુગર મિલો પણ ઇતિહાસ બની જશે. બીજી તરફ વધતા શહેરીકરણને કારણે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ 5 લાખ હેક્ટરથી વધુ જમીનો બિનખેતી થઈ ગઈ છે. સુગર મિલો શરૂ થઈ ત્યારે એકરે સરેરાશ 34 ટન ઉત્પાદન ક્ષમતા હતી, જે હવે ઘટીને માત્ર 15 ટન પર આવી ગઈ છે. વર્ષ 2020-21માં સુગર ફેક્ટરીઓએ 97.99 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 72.40 લાખ મેટ્રિક ટન (અંદાજિત) રહી ગયું છે. તેવી જ રીતે, ખાંડનું ઉત્પાદન પણ 1 કરોડ ક્વિન્ટલથી ઘટીને 75.49 લાખ ક્વિન્ટલ પર આવી ગયું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગની ક્ષમતામાં સરેરાશ 25% નો ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન સરેરાશ 4000 રૂપિયા મળતા હતા, જે આજે વર્ષ 2024-25માં ઘટીને 3500 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. બીજી તરફ, મજૂરી, ખાતર અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે. ખેડૂતો માટે હવે શેરડીની ખેતી ‘ખોટનો ધંધો’ સાબિત થઈ રહી છે. કેમ ડગમગી રહ્યો છે સુગર ઉદ્યોગ? આ છે 3 મુખ્ય કારણો 1. સરકારની MSP નીતિ અને આર્થિક વિસંગતતા: કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની MSP (લઘુત્તમ ટેકાના ભાવ) માત્ર 3100 રૂપિયા રાખવામાં આવી છે, જે ઉત્પાદન ખર્ચ સામે અત્યંત ઓછી છે. બજારમાં ચોખા જેવી જણસી 50 રૂપિયે કિલો મળે છે, જ્યારે જટિલ પ્રોસેસ બાદ તૈયાર થતી ખાંડ માત્ર 38 રૂપિયે કિલો વેચાય છે. 2. શહેરીકરણ અને બિનખેતી થતી જમીન: દક્ષિણ ગુજરાતમાં વધતા ઉદ્યોગો અને હાઈવે પ્રોજેક્ટ્સને કારણે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 5 લાખ હેક્ટર જમીન બિનખેતી (NA) થઈ ગઈ છે. ખેતીલાયક જમીન ઘટતા સીધી અસર શેરડીના વાવેતર પર પડી છે. 3. સંચાલકોની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ: સુગર ફેક્ટરીઓના મોટાભાગના સંચાલકો સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં, તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર સમક્ષ ખાંડ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પીલાણના દિવસો 180 થી ઘટીને 120 થઈ ગયા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આંકડાની નજરે ખાંડ ઉદ્યોગની દશા દક્ષિણ ગુજરાતનું અર્થતંત્ર ખાંડ ઉદ્યોગ પર ટકેલું ગુજરાતમાં 141 લાખ હેક્ટર શેરડીનું વાવેતર થાય છે, જે અંદાજે 22,500 કામદારોને સીધી અને 5 લાખ લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ઉદ્યોગનું વાર્ષિક 4 હજાર કરોડ ટર્નઓવર છે, જેમાં 95% હિસ્સો માત્ર દક્ષિણ ગુજરાતનો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:‘પોપટ છાપ ભણતર’ બંધ થશે! ગોખણપટ્ટી નહીં પણ ‘સમજો અને જાતે કરો’ ભણાવાશે
    Next Article
    ભાસ્કર વિશેષ:કોરિયન ફિલ્મો-સિરિઝની અસરમાં વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ 2.1થી 3.6 થયું, એકાગ્રતા ઘટી-પરિવાર સાથે સંવાદ 40% કપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment