Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:‘પોપટ છાપ ભણતર’ બંધ થશે! ગોખણપટ્ટી નહીં પણ ‘સમજો અને જાતે કરો’ ભણાવાશે

    1 week ago

    ગુજરાતમાં સ્કૂલ શિક્ષણને સંપૂર્ણ બદલવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 2 થી 11માં 24 વિષયોના પાઠ્યપુસ્તકો બદલાશે. સરકારનું ફોકસ હવે ‘ગોખવાના અભ્યાસક્રમ’થી હટીને ‘સમજીને અને જાતે કરી શકાય’ તેના પર છે. નવી શિક્ષણ નીતિ મુજબ 2030 સુધીમાં ધોરણ 2થી 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકો બદલી દેવાશે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો એનસીઈઆરટીના પુસ્તકોના આધારે તૈયાર રહેશે, જ્યારે કે અન્ય વિષયો ગુજરાતમાં જ તૈયાર થશે. સૌથી મોટો બદલાવ રહેશે કે હવે બાળકોને ગોખણ પટ્ટી કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ પ્રવૃત્તિ દ્વારા શિખવાડાશે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાન અને ગણીત જેવા અઘરા વિષયોના મુદ્દાઓને હવે રમત, પ્રયોગ અને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજાવાશે. ધોરણ 9 અને 11ના કમ્પ્યુટરના વિષયમાં પણ મોટો બદલાવ કરાયો છે. હવે એઆઇ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ જેવા વિષયોને જોડવામાં આવ્યા છે. વિદ્યાર્થી હવે વાસ્તવીક જીવનની સમસ્યાઓ સોફ્ટવેરના માધ્યમથી હલ કરવાનું શિખશે. સરકારનો દાવો છે કે, નવા પાઠ્યપુસ્તકો બાદ વિદ્યાર્થીઓએ ગાઇડ કે અન્ય ઇત્તર સાહિત્યની જરૂર રહેશે નહીં. સાથે જ શિક્ષકોને પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા ટ્રેનિંગ અપાશે, જેથી શિક્ષકો પણ નવી ટેકનોલોજીને યોગ્ય રીતે શીખી શખે. અકંદરે આ તમામ બદલાવ ગુજરાતની શિક્ષણ પદ્ધતિને આધુનિક, પ્રેક્ટિકલ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની દીશામાં મોટુ પગલું માનવામાં આવી રહ્યું છે. નવી ઢબે ભણતર: એ બધું જે તમે જાણવા માગો છો હવે સ્કિલ આધારીત શિક્ષણ નવી શિક્ષણ નીતિ પછી સરકાર પર દબાણ હતું કે શિક્ષણને સ્કિલ બેઇઝ્ડ બનાવવામાં આવે. ઉદ્યોગોની પણ એ જ માંગ હતી. કારણ એ પણ હતું કે કોચિંગ અને ગાઈડના પ્રભાવ પર અંકુશ આવે. કારણ કે તેનાથી શિક્ષણના મૂળ આશયને અસર થઈ રહી હતી. જુનિ શિક્ષણ વ્યવસ્થા નવી વ્યવસ્થામાં શું બદલાવ? | વિદ્યાર્થી પર અસર શિક્ષકો પર અસર સિસ્ટમ પર અસર ભવિષ્ય પર અસર નવા પાઠ્યપુસ્તકોમાં શું બદલાશે : પ્રવૃત્તિ, સમૂહકાર્ય તથા બાળકોમાં જિજ્ઞાસા સર્જાય એવા પ્રયાસો પર ભાર 1. ગોખણ પટ્ટીના સ્થાને પ્રવૃત્તિલક્ષી અભ્યાસ઼ હવે અભ્યાસ યાદ કરવા સુધી સિમિત નહીં રહે. બાળકો પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અને સમુહ કાર્ય દ્વારા પોતે જ મુદ્દાની સમજ વિકસીત કરશે. જેનાથી કોન્સેપ્ટ લાંબા સમય સુધી યાદ રહેશે અને તેનાથી વ્યાવહારીક જ્ઞાનમાં પણ વધારો થશે. 2. વિજ્ઞાનમાં પ્રયોગ આધારીત શિક્ષણ વિજ્ઞાન માત્ર પાઠ્યપુસ્તકો સુધી સિમિત નહીં રહે. વિદ્યાર્થી જ નાના પ્રયોગ કરીને શીખશે, જેમ કે ખોરાકમાં પોષક તત્વોની ઓળખ કરવી. જેનાથી બાળકોની જિજ્ઞાસા પણ વધશે અને વિષય વધારે રોચક અને સમજવા માટે યોગ્ય રહેશે. 3. ગણિતને સરળ બનાવાયું ગણિતને રોજિંદાના ઉદાહરણો સાથે જોડવામાં આવ્યા છે. મોલના ફ્લોર જેવા ઉદાહરણથી પ્લસ- માઇનસ સમજાવાશે, જેથી બાળકોને ગણિતની વ્યાખ્યા અને મુદ્દાઓ પણ સરળ અને વ્યાવહારીક લાગશે.
    Click here to Read More
    Previous Article
    Weather Forecast | આગામી બે દિવસ ઉત્તર-પૂર્વ ગુજરાતમાં થશે માવઠું | Unseasonal Rain | Gujarati News
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 લાખ હેક્ટર જમીન NA થતા શેરડીના વાવેતરમાં 40% ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment