Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VHPએ નવરાત્રી માટે ગાઈડલાઈન જાહેર કરી:નવરાત્રી માત્ર મનોરંજન નહીં, પવિત્ર ધાર્મિક ઉત્સવ છે; વિધર્મીઓના પ્રવેશ સામે કડક કાર્યવાહીની ચેતવણી

    6 days ago

    નવસારીમાં આગામી નવરાત્રી માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજકોને કડક ગાઈડલાઈન આપી છે, જેમાં સંજય ભગતે કહ્યું કે, નવરાત્રી વેપાર કે મનોરંજન નહીં, પણ સનાતન ધર્મનો પવિત્ર ઉત્સવ છે. સંજય ભગતે જણાવ્યું કે, બંધારણની કલમ 26 હેઠળ આયોજકોને ધાર્મિક આયોજનના નિયમો બનાવવાનો હક છે. પ્રવેશ માટે નિયમો બનાવવા જોઈએ. VHPએ સૂચના આપી કે, સ્થળની બહાર 'આ હિન્દુઓની નવરાત્રી છે' તેવા બોર્ડ લગાવાય. VHPએ ચેતવણી આપી કે, જો નિયમભંગ થાય અને કોઈ વિધર્મી પકડાય, તો તેને ખાલી છોડવાને બદલે કાયદેસરના ગુના દાખલ કરવા. આ કડકાઈથી ધાર્મિક સ્થળોની પવિત્રતા અને સુરક્ષા મજબૂત બનશે. આ વર્ષે VHP વેપાર-ડીજે સંસ્કૃતિથી દૂર રહી પરંપરાગત શેરી ગરબાને પ્રોત્સાહન આપશે. બહેનો અને બજરંગ દળના યુવાનો શેરીઓમાં ગરબાનું આયોજન કરશે. માતાજીની આરાધના સાથે શસ્ત્ર પૂજન પણ થશે. સુરક્ષા માટે વહીવટી તંત્ર સાથે તૈયારીઓ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ જંતર-મંતર પહોંચ્યા, વિપક્ષી સાંસદો સાથે પ્રદર્શન કરશે:કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય CEC નથી, રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ કરીશું; ગઈકાલે 8 કલાક ધરણા કર્યા હતા
    Next Article
    દીકરાની આત્મહત્યા બાદ રોકકળ કરનાર પરિવારના સભ્યો જ હત્યારા નીકળ્યા:ચુડાના કોરડા ગામે માતા સહિત પરિવારના 6 સભ્યોએ યુવકનું ગળું દબાવી હત્યા કરી લટકાવી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment