Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મહિલાની સોનાની ચેઇન તોડી ગઠિયો ભાગ્યો:મહિલાએ હિંમત કરીને પીછો પણ કર્યો, પણ ગઠિયો ભાગી છૂટ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

    2 days ago

    વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે. નારાયણવાડી પાસે આવેલી વૃંદાવન સોસાયટી નજીક રસ્તા પર ચાલતી એક મહિલાને ચાલતા ચાલતા આવેલા ગઠિયાએ નિશાન બનાવી તેના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાનો બનાવ નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયો છે. આ મામલે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા અટલાદરા વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ગઠિયો અચાનક તેની નજીક આવ્યો હતો અને મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન પર ઝાપટ મારી તેને તોડી લીધી હતી. ચેઇન તૂટતાં મહિલા પણ સતર્ક થઈ હતી અને હિંમત દાખવી ગઠિયાનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા પીછો કરે તે પહેલાં જ ગઠિયો ચેઇન લઈને ત્યાંથી ઝડપથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી. બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા અટલાદરા પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ તથા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. CCTVમાં કેદ થયેલા ગઠિયાના ચહેરા અને તેની હિલચાલના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પર સફાઈ ઝુંબેશ યોજાઈ:​જૂનાગઢ મહાનગરપાલિકા, ક્લિન અપ ટીમ અને ઉષા બ્રેકોના સહયોગથી ગિરનાર પર્વત પર સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ મેગા સફાઈ યોજાઈ.
    Next Article
    એશિયન ગેમ્સ- બોક્સર અંકુશે દિવસનો પહેલો મેડલ પાકો કર્યો:મુરલી શ્રીશંકર લોંગ જમ્પની ફાઇનલમાં, PV સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં હારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment