Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટ્રોની કામગીરીને પગલે સાઉથ-વેસ્ટ ઝોનમાં બે દિવસ પાણીકાપ:અલથાણ, ભીમરાડ અને ન્યૂ સીટી લાઈટના રહીશોને 23 અને 24 માર્ચના રોજ નહીં મળે પાણી

    6 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના રહીશો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જીએમઆરસીએલ દ્વારા કરવામાં આવી રહેલી મેટ્રો રેલની કામગીરીના કારણે આગામી 23 અને 24 માર્ચના રોજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. 1200 મી.મી. વ્યાસની મુખ્ય લાઇનના શિફ્ટિંગની કામગીરીને કારણે પાલિકાએ આ પાણી કાપ જાહેર કર્યો છે. અલથાણ જળ વિતરણ મથક પાસે વી.આઈ.પી. રોડ સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં નડતરરૂપ બનતી અલથાણ જળ વિતરણ મથકની 1200 મી.મી. વ્યાસની કોમન હેડર નળીકા શિફ્ટિંગ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે.આ સમારકામની કામગીરી તા. 23/03/2026ના રોજ સવારે 06:00 કલાકથી શરૂ કરવામાં આવશે, જે મોડી રાત સુધી ચાલશે. આ સમય દરમિયાન અલથાણ જળ વિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકી ભરી શકાય તેમ ન હોવાથી સાઉથ-વેસ્ટ ઝોનના વિસ્તારોમાં પાણી પુરવઠો આપી શકાશે નહીં. પાણીકાપની માહિતી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ તા. 23/03/2026 સોમવારે અલથાણ અને ભીમરાડ જળ વિતરણ મથક હેઠળ આવતા વિસ્તારોમાં સાંજે 3:00 થી 6:00 કલાક દરમિયાન સપ્લાય બંધ રહેશે. ટી.પી. 43 (ભીમરાડ), ટી.પી. 42 (ભીમરાડ-સુડા), ડ્રીમ સીટીની આજુબાજુનો વિસ્તાર, ભીમરાડ ગામ, સરસાણા ગામનો વિસ્તાર, ટી.પી. 36 (અલથાણ) અને ટી.પી. 37 (અલથાણ દક્ષિણ) ના વિસ્તારોને આ પાણીકાપ અસર કરશે. તા. 24/03/2026 મંગળવારે અલથાણ જળ વિતરણ મથક હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 5:00 થી 8:00 કલાક દરમિયાન પાણી આવશે નહીં. અલથાણ ગામતળ, ન્યૂ સીટી લાઇટ રોડ, ભથ્થર રોડ, ગોકુલ નગર, ટી.પી. 36 (અલથાણ) અને તેની આજુબાજુમાં આવેલા તમામ ટી.પી. સ્કીમના વિસ્તારોને અસર થશે. નાગરિકોને પાલિકાની અપીલ સુરત મહાનગરપાલિકાએ આ અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મેટ્રોની કામગીરી અત્યંત જરૂરી હોવાથી આ પાણી કાપ લાદવામાં આવ્યો છે. ઝોનના રહીશોને વિનંતી કરવામાં આવી છે કે જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી લેવો. વહીવટી તંત્રને સહકાર આપવો જેથી કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય. આ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોકે, કામગીરીના કારણે પાણીના પ્રેશરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. અઠવા ઝોનના હજારો પરિવારોને આ બે દિવસ દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે, તેથી પાલિકાએ અગાઉથી જ સતર્ક રહેવા સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં 5 વર્ષીય બાળકીની જાતીય છેડછાડનો કેસ:ચિલ્ડ્રન કોર્ટે ત્રણેય શિક્ષકોને નિર્દોષ ઠેરાવ્યા, કહ્યું- પોલીસે સીસીટીવી ચેક ન કર્યા કે કબજે કરાયા નથી
    Next Article
    શિવમ જ્વેલર્સની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ:DTC સાઈટ હોલ્ડર તરીકે પસંદગી, 9 વર્ષ બાદ નવી નિમણૂકમાં વિશ્વમાં સ્થાન મેળવનાર એકમાત્ર કંપની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment