Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂજરાત વિદ્યાપીઠમાં 2 ઑક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહેશે, ‘અસ્મિતા મંદિર’નું ઉદ્ઘાટન ને ‘ખાદી મહોત્સવ’નો શુભારંભ

    6 hours ago

    મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે 2 ઑક્ટોબરના રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યાથી વિવિધ કાર્યક્રમ યોજવાના છે. જેમાં પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’નું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમજ ‘ખાદી મહોત્સવ’નો શુભારંભ પણ કરવામાં આવશે. પુનઃનિર્મિત અસ્મિતા મંદિરનું લોકાર્પણ કરશે ગૂજરાત વિદ્યાપીઠમાં દર વર્ષે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કુલાધિપતિ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવાના છે. સૌથી પહેલા કુલાધિપતિ આચાર્ય દેવવ્રત તથા ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહના હસ્તે પુનઃનિર્મિત અસ્મિતા મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. અસ્મિતા મંદિર આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને તેના દર્શન માટેનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં વિવિધ ડાયરોમાના સંવર્ધન અને નવીનીકરણનું કાર્ય પૂર્ણ થયા બાદ તેને પુનઃ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી મહોત્સવનો પ્રારંભ અસ્મિતા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલય પણ ગોઠવવામાં આવ્યું છે, જેના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને તેની વિવિધ પરંપરાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમજ તેની સાથે સાથે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી મહોત્સવનો પણ પ્રારંભ કરવામાં આવશે. જેમાં 2થી 7 ઓક્ટોબર સુધી યોજાનારા ખાદી મહોત્સવમાં ખાદી, સ્વદેશી અને સ્વાવલંબનના ગાંધીના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવામાં આવશે. પહેલી વખત 36 ખાદીના સ્ટોલ લગાવવામાં આવશે ગાંધી દર્શન ડિપાર્ટમેન્ટના હેડ પ્રેમ મિશ્રાએ જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં અસ્મિતા મંદિરનું ઉદઘાટન અને ખાદી મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે. પહેલો કાર્યક્રમ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં યોજવાનો છે. જે બાદ પુનઃ નિર્મિત અસ્મિતા મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ પહેલી વખત 36 જેટલા ખાદીના સ્ટોલ લગાવવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠ શરૂઆતથી જ ગાંધી વિચાર અને તેના મૂલ્યોના આધારે આગળ વધી રહી છે. ખાદી ખાદી વિચાર સાથે જોડાયેલી છે. ખાદી માત્ર એક વસ્ત્ર નથી પરંતુ એક વિચાર પણ છે. જેથી વધુમાં વધુ લોકો ગાંધી મૂલ્યોને સમજે તે માટે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હોઈકોર્ટમાંથી આસારામને ઝટકો:બસ-ટ્રક વચ્ચે ટક્કર થતા પાંચના મોત, નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીઓ સામે શ્રમિકના અશ્લીલ ચેનચાળા, વિદાય પહેલા તાલાલામાં વરસાદની જમાવટ
    Next Article
    નર્મદા ડેમ કરતાં પણ વધુ પાણી આપશે કલ્પસર પ્રોજેક્ટ:2027 ચૂંટણી પહેલા પ્રોજેક્ટ શરૂ થવાના એંધાણ, દરિયામાં બનશે 60 KM લાંબો બ્રિજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment