Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમ કરતાં પણ વધુ પાણી આપશે કલ્પસર પ્રોજેક્ટ:2027 ચૂંટણી પહેલા પ્રોજેક્ટ શરૂ થવાના એંધાણ, દરિયામાં બનશે 60 KM લાંબો બ્રિજ

    6 hours ago

    ગુજરાત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષોથી ચર્ચામાં રહેલી રાજ્યની મહત્વાકાંક્ષી 'કલ્પસર યોજના' ને લઈને ફરી એકવાર વહીવટી સ્તરે મોટી હિલચાલ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ આ મેગા જળ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવાની દિશામાં તંત્રએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ મહાકાય યોજનાની પ્રાથમિક કામગીરીના શ્રીગણેશ ભરૂચ જિલ્લાના પાણિયાદ્રા ગામેથી થવાની પ્રબળ શક્યતાઓ છે. નર્મદા યોજના કરતા પણ મોટો પ્રોજેક્ટ કલ્પસર યોજનાને ગુજરાતના જળ વ્યવસ્થાપન માટે ગેમ-ચેન્જર માનવામાં આવે છે, કારણ કે પાણીની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ નર્મદા યોજના કરતા પણ મોટો સાબિત થશે. હાલમાં નર્મદા યોજના મારફતે રાજ્યને આશરે 9 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણી મળે છે. તેની સામે કલ્પસર યોજના પૂર્ણ થતાં ગુજરાતને એકસાથે અંદાજિત 13 હજાર MCM જેટલું મીઠું પાણી ઉપલબ્ધ થઈ શકશે. આ જળરાશિથી સિંચાઈ, પીવાનું પાણી અને ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાતનો કાયમી ઉકેલ આવી જશે. દરિયામાં 60 કિમી લાંબો બ્રિજ: 16 લેન રસ્તો અને 4 લેનનો રેલવે ટ્રેક બનશે કલ્પસર પ્રોજેક્ટ માત્ર જળસંગ્રહ પૂરતો સીમિત નથી, પરંતુ તે કનેક્ટિવિટીનું પણ એક અદભુત એન્જિનિયરિંગ મોડલ બનશે. યોજનાના માસ્ટરપ્લાન મુજબ દરિયાની અંદર આશરે 27 કિમી લાંબો બ્રિજ બનાવવામાં આવશે. દરિયાની બહારના વિસ્તારમાં પણ 34 કિમી લાંબો બ્રિજ બનશે. આમ, કુલ મળીને 60 કિમી લાંબો બ્રિજ-કમ-કનેક્ટિવિટી રૂટ તૈયાર થશે. આ બ્રિજ પર 16 લેનનો વાહનવ્યવહાર માર્ગ અને તેની બરોબર વચ્ચે 4 લેનનો રેલવે ટ્રેક બનાવવાની યોજના છે એટલે કે કુલ 20 લેનનો આખો કોરિડોર ઊભો કરવામાં આવશે. સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને સીધો લાભ કલ્પસર યોજના સાકાર થવાથી ભરૂચ અને સૌરાષ્ટ્ર ઝોનની આશરે 10 જેટલી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ મીઠા પાણીના સરોવરથી સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓને સીધો કે પરોક્ષ રીતે મોટો લાભ મળશે. આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેક્નોલોજીથી સાકાર કરવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ નેધરલેન્ડ સરકાર સાથે MOU (સમજૂતી કરાર) કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં નેધરલેન્ડની ખાસ ટેક્નિકલ ટીમ ગુજરાતની મુલાકાતે આવશે અને દરિયાઈ એન્જિનિયરિંગ તેમજ જળ વ્યવસ્થાપન સંબંધિત ટેક્નિકલ પાસાઓ પર કામગીરી આગળ ધપાવશે.
    Click here to Read More
    Previous Article
    ગૂજરાત વિદ્યાપીઠમાં 2 ઑક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહેશે, ‘અસ્મિતા મંદિર’નું ઉદ્ઘાટન ને ‘ખાદી મહોત્સવ’નો શુભારંભ
    Next Article
    ગોધરામાં MGVCL ટીમે 1 કરોડની વીજ ચોરી ઝડપી પાડી:55 ટીમોએ 91 ગ્રાહક સામે કાર્યવાહી કરી, દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment