Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:VGECના વિદ્યાર્થીએ સ્વદેશી હાર્ડવેર આધારિત સ્માર્ટ મોટર ડ્રાઈવર વિકસાવ્યો

    1 day ago

    સ્વદેશી ટેકનોલોજી નિર્માણની હાથ ધરેલી કવાયતના ભાગરૂપે વિશ્વકર્મા ગવર્નમેન્ટ ઈજનેરી કૉલેજના ઈસી (ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન) ડિપાર્ટમેન્ટના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થી ક્રિશ પરમારે સ્માર્ટ મોટર ડ્રાઈવર વિકસાવ્યો છે. ક્રિશે માર્ગદર્શક ફેકલ્ટી ડો. શાહીદ મોદાસિયાના માર્ગદર્શન હેઠળ Fusion Drive Technologies (OPC) Privage Limited નામક રોબોટિક્સ સ્ટાર્ટઅપ સ્થાપ્યું છે. જેના થકી તેણે રોબોટિક્સ માટેની હાર્ડવેર પ્રોડક્ટસને વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. સ્માર્ટ મોટર ડ્રાઈવર સાધનમાં આ સમાવાયું • ક્રિશ પરમારના ફ્યુસન ડ્રાઈવ સ્ટાર્ટઅપથી હાલ ડયુઅલ ચેનલ સ્માર્ટ ક્લોસડ લૂપ મોટર ડ્રાઈવર વિકસાવાઇ રહ્યું છે.જેમાં નીચે દર્શાવેલી ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે. • ડ્યુઅલ ચેનલ ડીસી મોટર કન્ટ્રોલ, ક્લોસડ લૂપ સ્પીડ કન્ટ્રોલ, ઈનકોડર ફીડબેક, પીઆઈડી-બેઝડ સ્પીડ કન્ટ્રોલ, રિયલ ટાઈમ મોનિટરિંગ, આરપીએએમ ફીડબેક, કરન્ટ, વોલ્ટેજ અને ટેમ્પરેચર મોનિટરિંગ, હાઈ કરન્ટ મોટર ઓપરેશન, પ્રોટેકશન અને ડાઈગ્નોસ્ટિક ફીચર્સ સ્વદેશી પ્રોડક્ટસના વિકાસથી ભવિષ્યમાં ફાયદો • રોબોટિકસ હાર્ડવેરની અગત્યની ડિપેન્ડન્સી ઘટાડામાં મદદ મળી શકે. • ભારતીય રોબોટિક્સ સ્ટાર્ટઅપ માટે સ્થાનિક વિકલ્પ ઊભા થઈ શકે. • વિદ્યાર્થી-સંશોધકો માટે એસેસેબલ હાર્ડવેર ઉપલબ્ધ થઈ શકે. • રોબોટિક્સ ક્ષેત્રે નવી ઈજનેરી અને મેન્યુફેક્ચરિંગ તક મળે. ઈનોવેશન, રીસર્ચ, આંત્રપ્રિન્યોરશિપને આગળ ધપાવવાની કવાયત હાથ ધરાઈ વિદ્યાર્થી માત્ર નોકરી પૂરતા સીમિત ન રહે, પરંતુ ઈનોવેશન, રીસર્ચ, આંત્રપ્રિન્યોરશિપ ભણી આગળ વધે તે માટે સ્ટાર્ટઅપને બધી રીતે પ્રમોટ કર્યું છે. જેના ભાગરૂપે ક્રિશનું આ સ્ટાર્ટઅપ પ્રમોટ કરાયું છે.’ > ડૉ. વિનય પુરાણી, પ્રિન્સિપાલ, વીજીઈસી અમારું લક્ષ્ય ભારત માટે રોબોટિક્સ હાર્ડવેર ઈકોસિસ્ટમ વિકસાવવાનું છે અમારું લક્ષ્ય ભારત માટે રોબોટિક્સ હાર્ડવેર ઈકોસિસ્ટમ વિકસાવવાનું છે. આજે સ્માર્ટ મોટર ડ્રાઈવર જેવી પ્રોડક્ટથી આરંભ કર્યો છે, લાંબાગાળે ભારત માટે સંપૂર્ણ રોબોટિક્સ હાર્ડવેર પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસ છે.’ > ક્રિશ પરમાર, ફાઉન્ડર
    Click here to Read More
    Previous Article
    BSF, CRPF સહિત માટે જાહેરાત કરાઈ:CAPFમાં મેડિકલ ઑફિસરની 282 જેટલી જગ્યા પર ભરતી
    Next Article
    પોસ્ટ વિભાગ દ્વારા નેટવર્કને વધુ મજબૂત કરવા પ્રયાસ:રક્ષાબંધન માટે પોસ્ટ વિભાગની વ્યૂહરચના,સોસાયટીઓમાં પોસ્ટમેનનાં નામ-નંબરનાં પોસ્ટર્સ લગાવ્યાં, પિકઅપ સેવાથી 50 ટકા બુકિંગ વધ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment