Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટ વિભાગ દ્વારા નેટવર્કને વધુ મજબૂત કરવા પ્રયાસ:રક્ષાબંધન માટે પોસ્ટ વિભાગની વ્યૂહરચના,સોસાયટીઓમાં પોસ્ટમેનનાં નામ-નંબરનાં પોસ્ટર્સ લગાવ્યાં, પિકઅપ સેવાથી 50 ટકા બુકિંગ વધ્યાં

    एक दिन पहले

    રક્ષાબંધનમાં લોકો બહાર ગામ પોતાના ભાઇને રાખડીની સાથે વિવિધ વસ્તુઓના ગિફ્ટ પાર્સલ મોકલતા હોય છે. આ ધસારાને પહોંચી વળવા અને પોતાના નેટવર્કને મજબૂત કરવા આ વર્ષે ટપાલ વિભાગ દ્વારા નવી વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરના પશ્ચિમ વિસ્તારોની સોસાયટીઓના નાકે એક વિશેષ પ્રકારના પોસ્ટર્સ ચોંટાડવા-મૂકવાનું શરૂ કર્યું છે. શહેરના ઉત્તરના ટીપી-13, ફતેગંજ અને કારેલીબાગની મોટી સોસાયટીઓમાં આ પ્રકારનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં જે તે સોસાયટીના પોસ્ટમેનનાં નામ અને નંબરોનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી લોકોને ટપાલ વિભાગનો સંપર્ક કરવો સરળ બને છે. પોસ્ટલ વિભાગના પશ્ચિમ ઝોનના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ વ્યૂહરચનાથી લોકોનો ટપાલ વિભાગ પરત્વેનો વિશ્વાસ વધ્યો છે. ગ્રાહકોને એક તરફ સરકારી વિભાગનો વિશ્વાસ અને વાજબી દર મળે છે અને બીજી તરફ હવે ખાનગી કંપનીઓ જેવી સુવિધા પણ મળી રહી છે. જેથી ગત વર્ષની સરખામણીએ પાર્સલ સેવાના બિઝનેસમાં આ વખત 50 ટકા જેટલો વધારો નોંધાયો છે. ટીપી-13ના રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, સમસારા ફ્લેટ્સ, આદિત્ય બંગ્લોઝ અને સ્થાપત્ય ફ્લેટ્સ સહિતની નાની-મોટી સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પણ આ પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પશ્ચિમ ઝોન દ્વારા આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આગામી સમયમાં પોસ્ટલ વિભાગ આ અભિયાનને વધુ વ્યાપક બનાવશે. લોકોને પોસ્ટ ઓફિસની લાઇનોમાંથી છૂટકારો મળ્યો ગ્રાહકો માત્ર પોસ્ટર પર આપેલા નંબર પર કોલ કે મેસેજ કરીને પોતાના ઘરે પાર્સલ પિક-અપની સુવિધા મેળવી રહ્યા છે. આનાથી વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને મોટો ફાયદો થયો છે. સામાન્ય રીતે પોસ્ટમેનના નામ અને નંબર સોસાયટીના ગેટ પર લાગવાથી તેમની સ્થાનિક સ્તરે વિશિષ્ટ ઓળખ ઊભી થઈ છે. ગ્રાહકો સાથે તેમનો સંબંધ મજબૂત બની રહ્યો હોવાનું ટપાલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. નંબર પર કોલ કરવાથી પોસ્ટમેન પોતે ઘરે આવી પાર્સલનું વજન કરી, રસીદ આપીને પાર્સલ લઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:VGECના વિદ્યાર્થીએ સ્વદેશી હાર્ડવેર આધારિત સ્માર્ટ મોટર ડ્રાઈવર વિકસાવ્યો
    Next Article
    આઝાદીના થોડા કલાકો પહેલા ફોન વાગ્યો, નેહરુ રડવા લાગ્યા:ગાંધી કલકત્તાના ગંદા મોહલ્લામાં સૂતા હતા; સ્વતંત્રતા દિવસે મોટા નેતાઓ શું કરી રહ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment