Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BSF, CRPF સહિત માટે જાહેરાત કરાઈ:CAPFમાં મેડિકલ ઑફિસરની 282 જેટલી જગ્યા પર ભરતી

    1 day ago

    CAPF મેડિકલ ઑફિસર સિલેક્શન બોર્ડે સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઑફિસર, સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઑફિસર અને મેડિકલ ઑફિસરની કુલ 282 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી, આસામ રાઈફલ્સમાં કરાશે. ઉમેદવારો 8 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. MBBS સાથે સંબંધિત પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા સુપર સ્પેશિયાલિટી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી માટે પાત્ર રહેશે. પોસ્ટ માટે લાયકાત અને પસંદગીના માપદંડ લાયકાતઃ મેડિકલ ઓફિસર માટે MBBS અને ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ પોસ્ટ માટે સંબંધિત PG અથવા સુપર સ્પેશિયાલિટી ડિગ્રી સાથે અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની NMC, MCI અથવા રાજ્ય મેડિકલ કાઉન્સિલમાં નોંધણી હોવી જોઈએ. પસંદગીઃ 200 ગુણનું ઇન્ટરવ્યૂ લેવાશે. તેમાં સફળ ઉમેદવારોને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને મેડિકલ એક્ઝામિનેશન ટેસ્ટ (એમઈટી)માંથી પસાર થવું પડશે. ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણના આધારે અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઇન લાઇસન્સ મેળવી શકાશે:સરકારના આદેશનાં 4 વર્ષે 10 હજાર જવાન માટે ઓનલાઇન લાઇસન્સ સુવિધાનો અમલ
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:VGECના વિદ્યાર્થીએ સ્વદેશી હાર્ડવેર આધારિત સ્માર્ટ મોટર ડ્રાઈવર વિકસાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment