Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર VCE ₹200 લાંચ લેતા ઝડપાયો:ACBએ ડિકોય છટકું ગોઠવી રંગેહાથ પકડ્યા, દાખલા માટે પૈસા માંગ્યા હતા

    1 day ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની બિલિયા ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા VCE મહેશકુમાર અમરતભાઈ પટેલને ₹200ની લાંચ લેતા પાટણ ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ડિકોય છટકા દરમિયાન કરવામાં આવી હતી. સરકારી દાખલા અને ઉતારા કાઢી આપવા માટે અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત વધારાની લાંચની માંગણી કરવામાં આવતી હોવાની માહિતી ACBને મળી હતી. આ માહિતીના આધારે ACBએ તપાસ હાથ ધરી હતી. ACBને જાણવા મળ્યું હતું કે, બિલિયા ગ્રામ પંચાયત કચેરીમાં આવકના દાખલા, આકારણી, 7/12 અને 8-અ જેવા દસ્તાવેજો માટે કાયદેસરની ₹20 ફી ઉપરાંત ₹50 થી ₹1000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આથી, 3 ઓગસ્ટ 2026ના રોજ ACB દ્વારા લાંચના ડિકોય છટકાનું આયોજન કરાયું હતું. આ ડિકોય છટકા દરમિયાન, આરોપી મહેશકુમાર અમરતભાઈ પટેલ (ઉંમર 37, રહે. દરજીવાસ, બિલિયા, તા. સિદ્ધપુર, જિ. પાટણ) એ બિલિયા ગ્રામ પંચાયત કચેરી સ્થિત VCEની ઓફિસમાં ડિકોયર પાસેથી આકારણી અને આવકનો દાખલો કાઢી આપવાના બદલામાં કાયદેસરની ફી ઉપરાંત ₹200ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. ACBએ આરોપી પાસેથી ₹200ની લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    2 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 3,900 ઝડપાયા:RTO એ જૂન- જુલાઈમાં રૂ.1.31 કરોડનો દંડ ફટકાર્યો, અકસ્માત સર્જતા વ્હાઈટ લાઇટવાળા 726 ઓવરલોડ 335 વાહનચાલકો પકડાયા
    Next Article
    ગુમ મધ્યપ્રદેશની મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન:ટ્રેનમાં બેસી જામનગર આવી ચડી, સખી વન સ્ટોપ સેન્ટર અને 181 હેલ્પલાઇને મદદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment