Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:પાટણમાં યુવતીને અન્ય જ્ઞાતિના યુવાન સાથેનો સંબંધ પરિવારે તોડવા કહ્યું, 181એ સમાધાન કરાવ્યું

    22 hours ago

    પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને અન્ય સમાજના યુવક સાથેના પ્રેમસંબંધ મુદ્દે માતા-પિતા અને દીકરી વચ્ચે સર્જાયેલા તણાવનો 181 મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમે સુખદ અંત લાવ્યો છે. માતા-પિતાના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ 181 પર કોલ કરી મદદ માગતા અભયમની ટીમ તાત્કાલિક તેના ઘરે દોડી ગઈ હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચીને હાથ ધરેલા કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ રજૂઆત કરી હતી કે તેને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ છે. આ અંગે પરિવારને જાણ થઈ જતાં માતા-પિતા તેના પર સંબંધ તોડી નાખવા સતત દબાણ કરતા હતા અને માર મારવાની ધમકી આપી ટોર્ચર કરતા હતા. યુવતીની આ આપવીતી સાંભળ્યા બાદ ટીમે પરિવારજનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી. અભયમ કાઉન્સિલરે માતા-પિતાને સ્પષ્ટ સમજાવ્યું હતું કે દીકરીને ધમકાવવા કે ડરાવવાના બદલે પ્રેમથી સારા અને નરસાનો તફાવત સમજાવવો જોઈએ. બીજી તરફ, યુવતીને પણ વર્તમાન સમયે પ્રેમસંબંધોમાંથી બહાર આવીને પોતાના ભવિષ્ય અને અભ્યાસ પર લક્ષ્ય કેન્દ્રિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. અભયમના સફળ મધ્યસ્થી અને કાઉન્સેલિંગથી યુવતી તેમજ તેના માતા-પિતા બંને શાંતિથી વાત સમજી ગયા હતા
    Click here to Read More
    Previous Article
    દીકરીઓની સુરક્ષા માટે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ:જીવદયાના લાભાર્થે હેરિટેજ ગરબા મહોત્સવનું આયોજન, આવકમાંથી એમ્બ્યુલન્સ ખરીદાશે
    Next Article
    કાર્યવાહી:અવધ કોમ્પલેક્ષમાં પાર્કિંગ જગ્યામાં બનેલી 4 દુકાનો તોડી પડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment