Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:અવધ કોમ્પલેક્ષમાં પાર્કિંગ જગ્યામાં બનેલી 4 દુકાનો તોડી પડાઈ

    21 hours ago

    પાટણ શહેરના મુખ્ય બજારમાં આવેલા અવધ આર્કેડ કોમ્પ્લેક્સમાં ટાઉન પ્લાનિંગના નિયમોના ધજાગરા ઉડાડી ભોંયરાની પાર્કિંગ વાળી જગ્યામાં ગેરકાયદેસર રીતે ચાર દુકાનો ખડકી દેવામાં આવી હતી. આ મામલે ‘સ્વાગત’ ફરિયાદ કાર્યક્રમમાં રજૂઆત પહોંચતાં જ પાટણ નગરપાલિકા હરકતમાં ગુરુવારે રાત્રે પાલિકાની ટીમે GEB, કટર મશીન અને ડિમોલિશન સાધનો સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, મોડી રાત સુધીમાં બે દુકાનો તોડી પાડવામાં આવી હતી અને બાકીની બે દુકાનો તોડવાની કામગીરી શુક્રવારે કરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ અધિકારીના જણાવ્યા મુજબ, સ્વાગત ફરિયાદને પગલે નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરાતાં પ્લાન મુજબ ભોંયરામાં પાર્કિંગ દર્શાવેલું હતું, પરંતુ વાસ્તવિકતામાં ત્યાં ચાર દુકાનો બનાવી દેવાઈ હતી. પ્લાનનો હેતુફેર કરીને કરાયેલા આ ગેરકાયદે બાંધકામ સામે માલિકને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં નોટિસની અમલવારી ન થતાં આખરે પાલિકાની ટીમે કડક કાર્યવાહી કરી હતી. બાંધકામ મંજૂરી અને ગેરકાયદે દબાણ સામે પાલિકાની કાયદાકીય જોગવાઈઓ પાલિકા વિસ્તારમાં કોઈ પણ બાંધકામ માટે મેળવેલા પ્લાન (મંજૂરી) મુજબ જ બાંધકામ કરવાનું રહે છે. ભોંયરાની પાર્કિંગ વાળી જગ્યામાં અનધિકૃત રીતે દુકાનો બનાવી દેવાય ત્યારે પાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963, કલમ 260 મંજૂર થયેલા પ્લાનથી વિપરીત કે પ્લાનનો હેતુફેર કરીને કરાયેલા ગેરકાયદે બાંધકામ સામે આ કલમ હેઠળ માલિકને કારણ દર્શક નોટિસ અને બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવે છે. નોટિસની મુદતમાં દબાણ ન હટે તો પાલિકાને જાતે દબાણ તોડી પાડવાની સત્તા મળે છે. કલમ 185 / 186 જાહેર માર્ગો, પાર્કિંગ કે કોમન પ્લોટ પર કરાયેલા અડચણરૂપ દબાણોને તાત્કાલિક હટાવવા માટે આ જોગવાઈનો ઉપયોગ થાય છે. નિયમ ભંગ બદલ પાલિકા આવા કિસ્સામાં વપરાશ પરવાનગી રદ કરી શકે છે અને કટર/બુલડોઝર ફેરવીને મૂળ સ્થિતિ પુનઃસ્થાપિત કરી શકે છે પાટણ ટાઉન પ્લાનિંગ વિભાગ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:પાટણમાં યુવતીને અન્ય જ્ઞાતિના યુવાન સાથેનો સંબંધ પરિવારે તોડવા કહ્યું, 181એ સમાધાન કરાવ્યું
    Next Article
    નવરાત્રી મહોત્સવ:મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં ચપ્પલ ઉતારી ખેલૈયાઓ ગરબા રમશે, પ્રવેશદ્વારે કુમકુમ તિલકથી સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment