Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભંગાર બજાર રોડ પર દબાણ કરનારા 2 વિક્રેતાઓ સામે મનપાની:રોડ પર ભંગારનો માલ રાખી જગ્યા રોકતા માલ જપ્ત કરાયો

    9 hours ago

    જામનગરના ભંગાર બજાર રોડ પર રોડની જગ્યા રોકીને ભંગારનો સામાન રાખવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દબાણ હટાવવાની કાર્યવાહી કરી. બે વિક્રેતાઓનો ભંગારનો માલ જપ્ત કરવામાં આવ્યો. એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષકો ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે રોડ પરથી ભંગારનો સામાન હટાવ્યો. બંને વિક્રેતાઓનો ભંગારનો સામાન બે ટ્રેક્ટરમાં ભરી મનપા કચેરીએ જમા કરાયો. આ કાર્યવાહી બાદ ભંગાર બજાર રોડ પરનું દબાણ દૂર થતાં વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો થયો. મનપા તંત્રએ જણાવ્યું કે, જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    સમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇકચાલકનું મોત:વીરા હોટલ સામે કાર-બાઈકની સામસામે ટક્કર, મહેસાણામાં સારવાર દરમિયાન મોત
    Next Article
    જામનગર યાર્ડમાં ચોમાસુ તલની પ્રથમ આવક:મણના 2251 રૂપિયા ભાવ બોલાયો, સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝે ખરીદી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment