Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકજાગૃતિ મંચે વેરાવળ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી:શહેરમાં આખલાના ત્રાસ, ગંદકી અને રોડના નામકરણ મુદ્દે કાયમી ઉકેલ માંગ્યો

    13 hours ago

    આજરોજ લોકજાગૃતિ મંચના પદાધિકારીઓએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નો જેવા કે આખલાનો ત્રાસ, ખુલ્લા પ્લોટોમાં ગંદકી અને રોડના નામકરણ સહિતના મુદ્દે કાયમી ઉકેલ લાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકજાગૃતિ મંચના પ્રમુખ કિરીટભાઈ ઉનડકટ, ઉપપ્રમુખો ભીખુભાઈ જેઠવા અને શૈલેષભાઈ શેઠ, સભ્યો મધુસૂદનભાઈ નાયક અને દિનેશભાઈ વૈદ્ય, તેમજ કમિટી સભ્યો કેતનભાઈ જોગી અને કાઉન્સિલર સંજયભાઈ દાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલને પુષ્પગુચ્છ અને "મારું ગૌરવ, મારું રળિયામણું શહેર"નું ચિત્ર આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, ઉપપ્રમુખ હેમાબેન જેઠવા અને કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહને પણ પુષ્પગુચ્છ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મુલાકાત બાદ શહેરની સ્વચ્છતા, સલામતી અને સુખાકારી તેમજ સુંદરતા અને સુશોભન માટે તૈયાર કરાયેલા મુદ્દાઓ પર પ્રમુખ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ગાયો અને આખલાના ત્રાસનો કાયમી ઉકેલ, ખુલ્લા પ્લોટો અને પડતર જગ્યાઓને કારણે થતી ગંદકી, ચોપાટીની સ્વચ્છતા માટે નવા ટોયલેટ બ્લોકનું આયોજન અને ફૂડ ઝોનને યોગ્ય જગ્યાએ ગોઠવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. શહેરની સુંદરતા અને સુશોભન માટે વિવિધ રોડ-રસ્તાઓના નામકરણ અંગે પણ રજૂઆત કરાઈ હતી. ઘણા રોડના નામકરણ થયા હોવા છતાં ક્યાંક તકતી કે બોર્ડ ન હોવાથી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, અટલ રોડ જેવા મહાપુરુષોના નામ લોકોમાં જાગૃત નથી. ઐતિહાસિક રીતે મહત્વના ડો. ગોરધનદાસ રોડ (સટ્ટા બજાર રોડ) અને લોકનાયક જયપ્રકાશ નારાયણ રોડ (જૈન હોસ્પિટલ રોડ) જેવા નામ પણ તકતીના અભાવે ભુલાઈ ગયા છે. મહાપુરુષોના નામની તકતી ઉપરાંત તેમની પ્રતિમા કે બાવલું મૂકવા માટે પણ સૂચનો કરાયા હતા. ટાવર ચોકથી લાયબ્રેરી તરફના બંદર રોડને વ્યવસ્થિત સજાવવામાં આવે તો મરીન ડ્રાઈવ જેવી રોનક દેખાઈ શકે તેમ પણ જણાવાયું હતું. પ્રમુખ નરેશભાઈ ગોહેલે આ પ્રશ્નો હલ કરવા માટે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે શહેરના વિવિધ રોડના નામકરણ અંગે લગભગ ૩૬ રોડની વિગતો તૈયાર કરાવી કામ હાથ ધરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રગ્સ વેચાણના એડ્રેસ આપનારી તમન્ના સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ:કાફે સંચાલકને કહ્યું- '2 લાખ નહીં આપ તો નામજોગ વીડિયો બનાવીશ', ઈન્સ્ટાગ્રામ-ફેસબુક એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ
    Next Article
    દાહોદના ડેમોને ઊંડા કરવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત:કાંપ દૂર કરી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment