Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCB એ વાયોરમાં 20 ટન ભંગાર ઝડપ્યો:આધાર-પુરાવા વગરના ભંગાર સાથે રૂ.39 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની અટક

    10 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના ભંગારની હેરાફેરી પર કાર્યવાહી કરી છે. LCB ટીમે વાયોર ગામમાંથી આશરે 20,000 કિલોગ્રામ ભંગાર ભરેલી 12 ટાયરની ટ્રક ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં ભંગાર અને ટ્રક સહિત કુલ રૂ. 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને એક આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરાઈ છે. LCB ટીમને બાતમી મળી હતી કે વાયોર ગામના બાપા દયાળુ નગર-2 વિસ્તારમાં ભીખાભાઇ બાલુભાઇ ચંદેરાના રહેણાક મકાન નજીક આવેલા ભંગારના વાડામાં એક 12 ટાયરની ટ્રક શંકાસ્પદ ભંગાર સાથે ઊભી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ટ્રકમાંથી મોટી માત્રામાં ભંગાર મળી આવ્યો હતો. પોલીસે કુલ 20,000 કિલોગ્રામ ભંગાર, જેની અંદાજિત કિંમત રૂ. 24 લાખ છે, તેમજ GJ-12-AU-7554 નંબરની ટ્રક, જેની કિંમત રૂ. 15 લાખ હોવાનું જણાવાયું છે, મળી કુલ રૂ. 39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ઇસ્માઇલ લુહારની અટકાયત કરી છે. જ્યારે ભીખાભાઇ બાલુભાઇ ચંદેરાને નોટિસ આપીને મુક્ત કરવામાં આવ્યા છે. આદમ અબ્દુલ શેખ અને સુલેમાન નામના અન્ય શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમની ધરપકડ બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સંસદમાં NDA-કોંગ્રેસ સાંસદોનું પ્રદર્શન:BJP સાંસદે પૂછ્યું- રાહુલ ઝારખંડ કેમ ન ગયા, પ્રિયંકા બોલ્યા- તેઓ વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે; લોકસભા આવતીકાલ સુધી સ્થગિત
    Next Article
    ડ્રગ્સ વેચાણના એડ્રેસ આપનારી તમન્ના સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ:કાફે સંચાલકને કહ્યું- '2 લાખ નહીં આપ તો નામજોગ વીડિયો બનાવીશ', ઈન્સ્ટાગ્રામ-ફેસબુક એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment