Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીઓની સુરક્ષા માટે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ:જીવદયાના લાભાર્થે હેરિટેજ ગરબા મહોત્સવનું આયોજન, આવકમાંથી એમ્બ્યુલન્સ ખરીદાશે

    22 hours ago

    પાટણ શહેરમાં જીવદયાના પુનિત કાર્ય અર્થે જીવદયા પ્રેમીઓ દ્વારા સતત પાંચમા વર્ષે હેરિટેજ ગરબા મહોત્સવનું ખોડાભા હોલ ખાતે આધ્યાત્મિક થીમ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, દસ દિવસની નવરાત્રી દરમિયાન થનારી આવકમાંથી ગરબાનો ખર્ચ બાદ કરીને વધેલી તમામ રકમ જીવદયાના કાર્યોમાં વાપરવામાં આવશે. અગાઉ આ આવકમાંથી મૂંગા પશુઓની સારવાર માટે એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી, જ્યારે આ વર્ષે પૂરતી આવક થતાં પશુઓની સારવાર અર્થે વધુ એક નવી એમ્બ્યુલન્સ ખરીદવાનો શ્રેષ્ઠ સંકલ્પ કરાયો છે. સરકારી ગાઇડલાઇન મુજબ ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુવક-યુવતીઓ માટે અલગ-અલગ એન્ટ્રી રાખવામાં આવી છે. ગ્રાઉન્ડમાં 40 સીસીટીવી કેમેરા, 40 બાઉન્સર્સ (30 પુરુષ અને 10 મહિલા), 50થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત તથા સ્પેશિયલ પાર્કિંગ સુવિધા ઉભી કરાઈ છે. ફાયર સેફ્ટી અપગ્રેડ કરવાની સાથે 150થી વધુ પાણીના ફુવારા અને 2 ભરેલા વોટર ટેન્કર રખાયા છે. 4000થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવા આયોજનમાં ટ્રેડિશનલ કપડાં વગર પ્રવેશ મળશે નહીં, વિડીયો શૂટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    શહેરના ટ્રાફિક અને 3 કિમીના ફેરામાંથી મુક્તિ મળશે‎:હિંમતનગરમાં મહેતાપુરા ન્યૂ મહાવીર નગરને જોડતાં પુલનું 97 ટકા કામ પૂર્ણ
    Next Article
    ભાસ્કર ખાસ:પાટણમાં યુવતીને અન્ય જ્ઞાતિના યુવાન સાથેનો સંબંધ પરિવારે તોડવા કહ્યું, 181એ સમાધાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment