Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના ટ્રાફિક અને 3 કિમીના ફેરામાંથી મુક્તિ મળશે‎:હિંમતનગરમાં મહેતાપુરા ન્યૂ મહાવીર નગરને જોડતાં પુલનું 97 ટકા કામ પૂર્ણ

    23 hours ago

    હિંમતનગરના પૂર્વ વિસ્તારને વિજાપુર ઈડર રોડ સાથે જોડવા મહેતાપુરાથી ન્યૂ મહાવીરનગર વચ્ચે 22 કરોડના ખર્ચે હાથમતી નદી પર તૈયાર થઈ રહેલ બ્રિજની સુવિધા ચાર વર્ષના ઇન્તજાર બાદ દશેરાએ મળી રહેવાનું જણાવાઈ રહ્યું છે. જેને પગલે દૈનિક બે થી ત્રણ હજાર વાહન ચાલકોને શહેરના ટ્રાફિક અને 3 કિલોમીટરના ફેરામાંથી મુક્તિ મળશે. બીજી બાજુ આટલો ટ્રાફિક બાયપાસ થઈ જતાં શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાંથી મહદંશે મુક્તિ મળી જનાર છે. હાલમાં પુલનું કામ 97 ટકા પૂર્ણ થઇ ગયું છે. એપ્રોચ રોડનું માટી પુરાણ સહિતનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. બ્રિજની કામગીરી વર્ષ-2024માં કામગીરી પૂર્ણ કરવાની હતી. પરંતુ ચોમાસામાં અને શિયાળામાં સિંચાઈ માટે હાથમતી વિયરમાં સતત પાણી રહેતા બ્રિજ બનાવવામાં વિલંબ થવા સહિત પૂર્વનો એપ્રોચ ખાનગી જમીનમાં ઉતરતો હોઈ અને તંત્રને ખબર જ ન હોવાથી એક વર્ષ જેટલો સમય વેડફાઈ ગયો હતો. આ મામલે આર એન્ડ બીના ડી.ઈ. એચ.એમ.પરમારે જણાવ્યું કે બ્રિજનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં એપ્રોચ રોડ પર વીજપોલ અને ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રોટેક્શન વોલની ક્ષતિપૂર્તિની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાં બંને સાઈડના એપ્રોચ રોડ ઉપર ડામરની કામગીરી કરાશે. આગામી દશેરાના દિવસે લોકાર્પણ કરવા તૈયારીઓ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:દોતડ ગામે કપાસની આડમાં વાવેલા ‎6.57 લાખનું ગાંજાનું વાવેતર પકડાયું‎
    Next Article
    દીકરીઓની સુરક્ષા માટે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ:જીવદયાના લાભાર્થે હેરિટેજ ગરબા મહોત્સવનું આયોજન, આવકમાંથી એમ્બ્યુલન્સ ખરીદાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment