Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:દોતડ ગામે કપાસની આડમાં વાવેલા ‎6.57 લાખનું ગાંજાનું વાવેતર પકડાયું‎

    1 day ago

    દોતડમાં એન્ટી નાર્કોટિક્સ વિંગે બાતમી આધારે રેડ કરીને કપાસના ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરનાર શખ્સને સાથે રાખી તેના ખેતરમાંથી આશરે રૂ.6,57,150ના લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. ​ એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ એલ.જે. વાળા દ્વારા મળતી માહિતી અનુસાર તા.08-10-26ના રોજ તે અને તેમનો પોલીસ સ્ટાફ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે દોતડ ગામના જોગત ફળિયામાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ તરાલના રહેણાંક મકાન પાછળ આવેલા તેના ખેતરમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરાયું છે. ​ બાતમી મળતા જ એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા તલાટી અને એફએસએલ અધિકારીને સાથે રાખી સ્થળ તપાસ હાથ ધરાઇ હતી. ​કપાસના ખેતરમાં આડાશમાં ઉગાડેલા 2 થી 7 ફૂટ ઊંચાઈના કુલ 10 લીલા છોડ જેનું કુલ વજન 13.143 કિગ્રા અંદાજિત કિં.6,57,150 મળ્યા હતા. એફએસએલ અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતાં આ વનસ્પતિ ગાંજાની હોવાનું ફલિત થયું હતું. આરોપી પ્રવીણભાઈ બાબુભાઈ તરાલે વધુ નાણાં કમાવવાની લાલચે આ વાવેતર કર્યું હોવાની કબૂલાત કરી હતી. આ મામલે એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ. એલ.જે. વાળાની ફાધર-કમ્પ્લેઇન્ટના આધારે પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8(સી), 20(એ)(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ કે.બી.ખાંટને સોંપાઇ છે.
    Click here to Read More
    Previous Article
    સ્પાની મહિલા કર્મચારીઓના આધાર પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવ્યા‎:ઈડરમાં અરોમા સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક, માલિક સામે ગુનો
    Next Article
    શહેરના ટ્રાફિક અને 3 કિમીના ફેરામાંથી મુક્તિ મળશે‎:હિંમતનગરમાં મહેતાપુરા ન્યૂ મહાવીર નગરને જોડતાં પુલનું 97 ટકા કામ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment