Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 3,900 ઝડપાયા:RTO એ જૂન- જુલાઈમાં રૂ.1.31 કરોડનો દંડ ફટકાર્યો, અકસ્માત સર્જતા વ્હાઈટ લાઇટવાળા 726 ઓવરલોડ 335 વાહનચાલકો પકડાયા

    1 day ago

    રાજકોટ આરટીઓ કચેરી દ્વારા જૂન અને જુલાઈ માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 3,900 વાહન ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂ.1.31 કરોડથી વધુની દંડની વસૂલાત કરવામાં આવી છે. જેમાં સર્જતા વ્હાઈટ લાઇટવાળા 726 અને ઓવરલોડ 335 વાહન ચાલકો પકડાયા છે. જેમને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. જુલાઈ માસમાં 4 અંડર એજ વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા છે. જેઓને વ્યક્તિ દીઠ રૂ.2000 નો દંડ કરવામાં આવ્યો છે. જેથી આ તરુણોને વાલીઓ લાયસન્સ વિના વાહન ચડાવવા ન આપે. ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO ચેકિંગ દરમિયાન વ્હાઇટ એલઈડી લાઈટ, પીયુસી પ્રમાણપત્ર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ડ્રાઈવિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન અને અન્ય વિવિધ નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. નિયમભંગ બદલ કુલ 82 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા જેમાં જૂન મહિનામાં 1909 કેસમાં રૂ.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 205 વાહન ચાલકો ઝડપાઈ ગયા હતા તો અકસ્માતને નોતરું આપતા ઓવરલોડ 177 વાહન ચાલકો પકડતા તેને રૂ. સૌથી વધુ રૂ.21.74 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય ભયજનક રીતે વાહન ચલાવતા 12 વાહન ચાલકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ ઓવરલોડમાં 177 કેસ કરીને રૂ.21.74 લાખને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો ડ્રાઈવીંગ લાઈસન્સ વગર વાહન ચલાવતા 205 વાહનચાલકોને રૂ.4.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે અંડર ચેઇજ ડ્રાઇવીંગ, બેફામ ઝડપે વાહન ચલાવવું, સ્પીડ ગવર્નર હોય છતા કામ ન કરતું હોય અને મોબાઇલ પર વાત કરતા કોઇ વાહનચાલક ઝપ્ટે ચડયુ ન હતું. તો અન્ય નિયમભંગ બદલ કુલ 82 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે જુલાઈ માસમાં વાહનોમાં ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ LED લગાવીને નીકળતા 382 ચાલકોને ઝડપી તેમને રૂ.3.82 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ઓવરલોડ વાહનોના 158 કેસોમાં રૂ.17.80 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. આ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 216, અંડર એજ ડ્રાઇવિંગ કરતા 4, રોંગ સાઈડમાં વાહન ચલાવતા 5 તો હેલ્મેટ વિના વાહન ચલાવતા 2 ઝડપાયા હતા. RTO દ્વારા કરવામાં આવેલી દંડની કાર્યવાહી અહીં આપેલા ટ્રાફિક નિયમભંગના ડેટાનું સુવ્યવસ્થિત ટેબલ ફોર્મેટ નીચે મુજબ છે: ટ્રાફિક નિયમભંગ અને દંડની વિગત (જૂન અને જુલાઈ માસ)
    Click here to Read More
    Previous Article
    પાટણના કોર્પોરેટર વિપુલ ઠક્કરે સ્વખર્ચે બ્લોકનું કામ શરૂ કરાવ્યું:સ્વખર્ચે રાજનગર સોસાયટીના રહીશોએ આભાર માન્યો, પદ્મનાભ કુટીરમાં ફેન્સિંગ કામ પણ શરૂ
    Next Article
    સિદ્ધપુર VCE ₹200 લાંચ લેતા ઝડપાયો:ACBએ ડિકોય છટકું ગોઠવી રંગેહાથ પકડ્યા, દાખલા માટે પૈસા માંગ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment