Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના કોર્પોરેટર વિપુલ ઠક્કરે સ્વખર્ચે બ્લોકનું કામ શરૂ કરાવ્યું:સ્વખર્ચે રાજનગર સોસાયટીના રહીશોએ આભાર માન્યો, પદ્મનાભ કુટીરમાં ફેન્સિંગ કામ પણ શરૂ

    1 day ago

    પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલભાઈ દલપતભાઈ ઠક્કરે રાજનગર સોસાયટીના રહીશોને આપેલું ચૂંટણી વચન પોતાના વ્યક્તિગત ખર્ચે પૂરું કરવાનું શરૂ કર્યું છે. ચૂંટણી પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, નગરપાલિકા કે સરકારી ગ્રાન્ટની રાહ જોયા વિના તેમણે આ પહેલ કરી છે.રાજનગર સોસાયટીમાં લાંબા સમયથી ગંદકી અને રોડની બંને બાજુએ પાણી ભરાઈ જવાની મુખ્ય સમસ્યા હતી. ચૂંટણી સમયે વિપુલભાઈ ઠક્કરે સોસાયટીના રહીશોની હાજરીમાં વચન આપ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં પીસીસી સાથે પેવર બ્લોક નખાવી આપશે. વિપુલભાઈ વિપક્ષ (કોંગ્રેસ) ના કોર્પોરેટર હોવાથી આ કામ માટે કોઈ સરકારી કે પાલિકાની ગ્રાન્ટ મળી ન હતી. તેમ છતાં, પોતાના બોલેલા વેણ પાળવા માટે તેમણે પોતાના સ્વખર્ચે આ કામ સંપૂર્ણપણે શરૂ કરાવી દીધું છે. આ બદલ રાજનગર સોસાયટીના તમામ રહીશો અને કમિટી સભ્યોએ કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, "મેં ચૂંટણી પહેલા રાજનગર સોસાયટીના રહીશોને બ્લોક પથરાવી આપવાનું વચન આપ્યું હતું, જે મેં આજે પૂરું કર્યું છે. માત્ર રાજનગર જ નહીં, બાજુમાં આવેલી પદ્મનાભ કુટીર સોસાયટીમાં પણ ફેન્સિંગનું આપેલું વચન મેં ચાલુ કરાવી દીધું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું વોર્ડ નંબર 10 ની તમામ જનતાને ખાતરી આપું છું કે આ કોઈ એક સોસાયટી પૂરતી વાત નથી. સમગ્ર વોર્ડ નંબર ૧૦ માં ગમે ત્યાં નાનું-મોટું કામ હશે, નગરપાલિકા ભલે ગ્રાન્ટ આપે કે ન આપે, પણ વિપુલ ઠક્કર પોતાના સ્વખર્ચે એ કામ કરાવશે. અત્યાર સુધી મેં આવા અનેક કામો કરાવ્યા છે અને આગામી પાંચ વર્ષ દરમિયાન વોર્ડ નંબર 10 ની જનતાની કોઈપણ સમસ્યાનું હું તાત્કાલિક નિરાકરણ લાવી આપીશ."
    Click here to Read More
    Previous Article
    PCBએ 7 ગુનામાં વોન્ટેડ બુટલેગરની કરી ધરપકડ:દાદરાનગર હવેલીમાં વાઈન શોપમાંથી દારૂ ખરીદીને ખોટું GST બિલ બનાવી પાર્સલ મારફત હેરાફેરી કરતો'તો
    Next Article
    2 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 3,900 ઝડપાયા:RTO એ જૂન- જુલાઈમાં રૂ.1.31 કરોડનો દંડ ફટકાર્યો, અકસ્માત સર્જતા વ્હાઈટ લાઇટવાળા 726 ઓવરલોડ 335 વાહનચાલકો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment