Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PCBએ 7 ગુનામાં વોન્ટેડ બુટલેગરની કરી ધરપકડ:દાદરાનગર હવેલીમાં વાઈન શોપમાંથી દારૂ ખરીદીને ખોટું GST બિલ બનાવી પાર્સલ મારફત હેરાફેરી કરતો'તો

    1 day ago

    રાજકોટ શહેર PCB ટીમે વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપી યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી યાકુબ છેલ્લા ચાર વર્ષથી દાદરાનગર હવેલીમાં ભાડાના મકાનમા રહી નજીકના વાઈન શોપમાંથી દારૂનો જથ્થો ખરીદ કરી બાદમાં મોબાઈલ ફોનમાં GST ઈન્વોઈસ મેનેજ નામની એપ્લિકેશનમાં ખોટું GST ઈન્વોઈસ બનાવી બાદમાં પાર્સલ મારફત દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી અલગ અલગ 8 જેટલા મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ મારફત કુરિયરમાં રાજકોટ દારૂ પહોંચાડતો હતો રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે PCB પીઆઇ મેહુલ ગોંડલીયા ટિમ દ્વારા વિદેશી દારૂના 7 ગુનામાં વોન્ટેડ આરોપી યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી આરોપી યાકુબ દાદરાનગર હવેલીમાં ભાડાના મકાનમા રહી નજીકની વાઈન શોપમાંથી વિદેશી દારૂ ખરીદી બાદમાં પાર્સલ મારફત કુરિયરમાં રાજકોટ સુધી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડતો હોવાનુ સામે આવ્યું છે. ફોનમાં GST ઈન્વોઈસ મેનેજર નામની એક એપ્લિકેશનનો ઉપયોગ કરતો આ ઉપરાંત પોલીસની વધુ પુછપરછમાં મોટો ખુલાસો એ થયો છે કે, આરોપી યાકુબ મુસા મોટાણી પોતાના મોબાઈલ ફોનમાં GST ઈન્વોઈસ મેનેજર નામની એક એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો, જેમાં તે ખોટું GST ઈન્વોઈસ બનાવી પાર્સલ મારફત દારૂની હેરાફેરી કરતો હતો. યાકુબનો છેલ્લા પાંચ દિવસમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ અને એસીપીએલ ટ્રાન્સપોર્ટમાં આવેલો દારૂનો જથ્થો પોલીસે પકડ્યો છે. જેમાં પ્રથમ વખત પકડાયેલા વિદેશી દારૂની બિલ્ટીમાં યાકુબે દમણની ખુશ્બુ બ્યુટીકેર અને બીજા કેસમાં બીટી બિગબજારના નામનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રથમ વખત રિસીવરમાં ઉમિયા એજન્સીનું અને બીજી વખત રિસીવરમાં મેન્સન ઇન્ડસ્ટ્રીઝના નામનો ઉપયોગ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ પેઢીમાં પણ ઊંડાણ પૂર્વક તપાસ કરાશે ટ્રાન્સપોર્ટરો તેમની સિસ્ટમ મુજબ બિલ્ટીના આધારે યાકુબ મુસા મોટાણીના પાર્સલનું બુકિંગ કરતા હતા અને તેનો જે રાબેતા મુજબનો ભાવ હોય તે મુજબ બિલ બનાવી એક કોપી યાકુબને આપતા હતા જે કોપી યાકુબ રાજકોટના રિસીવરને મોકલી આપતો હતો અને આ રિસીવર તે કોપી ટ્રાન્સપોર્ટની કચેરીએ લઇ જઇ માલ છોડાવી લેતો હતો. આમ છતાં પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ પેઢી ખાતે પણ ફરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી તેમાં કોઈની ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે પ્રોહીબીશનના કેસમાં આરોપી યાકુબ મોટાણીની ધરપકડ કરી નકલી ડોક્યુમેન્ટ બનાવવા માટે અલગથી ફરિયાદ દાખલ કરી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કિન્નરોનાં બે જૂથ વચ્ચે ધીંગાણું:ગુજરાત માથેથી વરસાદી વાદળો ગાયબ, હવે રવિવાર સુધી ઝાપટાંની આગાહી, જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાનાં કરૂણ મોત
    Next Article
    પાટણના કોર્પોરેટર વિપુલ ઠક્કરે સ્વખર્ચે બ્લોકનું કામ શરૂ કરાવ્યું:સ્વખર્ચે રાજનગર સોસાયટીના રહીશોએ આભાર માન્યો, પદ્મનાભ કુટીરમાં ફેન્સિંગ કામ પણ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment