Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલાટી અને VCE લાંચ લેતા ઝડપાયા:જોટાણાના હરસુંડલ ગ્રામ પંચાયતના બે શખસો 10 હજારની લાંચ લેતા એસીબીની જાળમાં ઝડપાયા

    17 hours ago

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનના દસ્તાવેજોમાં વારસાઈ હક દાખલ કરવાના બદલામાં લાંચની માંગણી કરનાર બંને આરોપીઓ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્યોના નામ દાખલ કરવા ફરિયાદી પાસે લાંચ માગી ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમના પરિવારના સભ્યોના નામ વડીલોપાર્જિત જમીનના ખાતામાં દાખલ કરવાના હતા. આ કામગીરી માટે હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઈ કિરીટભાઈ ચૌધરી અને VCE વિશાલકુમાર સેંધાજી ઠાકોરે ફરિયાદી પાસે પ્રતિ એકાઉન્ટ દીઠ 4000 લેખે કુલ 12000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ લાંચની રકમ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી ફરિયાદીની ફરિયાદને આધારે એસીબીએ આજના દિવસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી.રકઝકના અંતે લાંચની રકમ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે સ્વીકારતા જ આરોપીઓ એસીબીના અધિકારીઓ દ્વારા હરસુંડલ ગ્રામ પંચાયત કચેરી ખાતે જ ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપીઓ પાસેથી લાંચની 10,000 રૂપિયાની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર સફળ ઓપરેશન મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રેપમાં ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે. પરમાર અને અમદાવાદ એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાનું સુપરવિઝન રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઉનાળા વેકેશનના ધસારાને પહોંચી વળવા રેલવેનો મહત્વનો નિર્ણય:ઉધના-મધુબની સહિત ચાર 'ટ્રેન ઓન ડિમાન્ડ' સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન દોડશે, મુસાફરોને મોટી રાહત મળશે
    Next Article
    ગોધરા નગરપાલિકા ચૂંટણી પ્રચાર તેજ બન્યો:આકરી ગરમી વચ્ચે ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment