Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળા વેકેશનના ધસારાને પહોંચી વળવા રેલવેનો મહત્વનો નિર્ણય:ઉધના-મધુબની સહિત ચાર 'ટ્રેન ઓન ડિમાન્ડ' સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન દોડશે, મુસાફરોને મોટી રાહત મળશે

    15 hours ago

    ઉનાળા વેકેશન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ઉધના (સુરત) અને મધુબની વચ્ચે સાપ્તાહિક અનરિઝર્વ્ડ 'ટ્રેન ઓન ડિમાન્ડ' સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) કોચ સાથે દોડશે, જેનાથી યુપી-બિહાર તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે. આ સાથે અન્ય ત્રણ વલસાડ-દુર્ગાપુર, ઉધના-દુર્ગાપુર અને સાબરમતી-દુર્ગાપુર વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે 'ટ્રેન ઓન ડિમાન્ડ' દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેનનું સમયપત્રક અને ફેરા ટ્રેનનું સ્ટોપેજ અને રૂટ આ ટ્રેન તેના રૂટ દરમિયાન બંને દિશામાં નીચેના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે: આ ટ્રેનમાં કુલ 19 LHB કોચ હશે, જેમાં 17 અનરિઝર્વ્ડ જનરલ કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેન સ્પેશિયલ ફેર પર દોડશે. મુસાફરોની જાણકારી માટે સ્ટેશનો પર સતત જાહેરાત કરવામાં આવશે અને નોટિસ બોર્ડ પર સમયપત્રક પ્રદર્શિત કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળા દરમિયાન મુસાફરોનો વધારાનો ધસારો ઘટાડવા માટે વલસાડ, ઉધના અને સાબરમતીથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ખાસ સ્પેશિયલ ટ્રેનો ( દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ટ્રેક્શન પર ચલાવવામાં આવશે. રેલવે દ્વારા તમામ સ્ટેશન માસ્તરોને આ ટ્રેનોની સમયસારણી નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા અને સતત એનાઉન્સમેન્ટ કરવા સૂચના આપવામાં આવી છે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે. મુસાફરો આ ટ્રેનોનું રિઝર્વેશન રેલવે કાઉન્ટર અથવા IRCTCની વેબસાઈટ પરથી કરી શકશે. વલસાડ-દુર્ગાપુર, સ્પેશિયલ (09143 /09144 ) આ ટ્રેન વલસાડ થી તારીખ 25 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:50 કલાકે ઉપડશે અને 27 એપ્રિલના રોજ વહેલી સવારે 04:20 કલાકે દુર્ગાપુર પહોંચશે. પરતમાં દુર્ગાપુરથી આ ટ્રેન 27 એપ્રિલના રોજ સવારે 07:00 કલાકે ઉપડીને બીજા દિવસે એટલે કે 28 એપ્રિલે સાંજે 17:30 કલાકે વલસાડ પરત ફરશે. આ ટ્રેન ભેતાણ, નંદુરબાર, ભુસાવળ, જબલપુર અને ગયા જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. ઉધના-દુર્ગાપુર-ઉધના સ્પેશિયલ (09175/09176): સુરત વિસ્તારના મુસાફરોની સુવિધા માટે ઉધનાથી દુર્ગાપુર વચ્ચે બે ટ્રીપનું આયોજન કરાયું છે. ટ્રેન નંબર 09175 ઉધનાથી તારીખ 26 અને 27 એપ્રિલના રોજ સવારે 08:35 કલાકે ઉપડશે. જ્યારે સામે પક્ષે ટ્રેન નંબર 09176 દુર્ગાપુરથી 27 અને 28 એપ્રિલના રોજ રાત્રે 23:50 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં 17 એલએચબી કોચ હશે, જેમાં જનરલ અને સ્લીપર કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ (09413/09414): અમદાવાદના સાબરમતી સ્ટેશનથી તારીખ 24 એપ્રિલના રોજ સાંજે 18:25 કલાકે આ ટ્રેન ઉપડશે, જે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જયપુર અને કાનપુર થઈને 26 એપ્રિલે સવારે 09:15 કલાકે દુર્ગાપુર પહોંચશે. વળતી મુસાફરીમાં આ ટ્રેન દુર્ગાપુરથી 26 એપ્રિલે બપોરે 12:15 કલાકે ઉપડી 28 એપ્રિલે વહેલી સવારે 03:00 કલાકે સાબરમતી પરત આવશે.
    Click here to Read More
    Previous Article
    પિતાએ કામધંધો કરવા બાબતે ઠપકો આપતા યુવકનો આપઘાત:એરપોર્ટ ફાટક નજીક પુરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઇકને ઠોકર મારી નાસી છૂટ્યો, સદનસીબે જાનહાની થતા અટકી
    Next Article
    તલાટી અને VCE લાંચ લેતા ઝડપાયા:જોટાણાના હરસુંડલ ગ્રામ પંચાયતના બે શખસો 10 હજારની લાંચ લેતા એસીબીની જાળમાં ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment