Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકા ચૂંટણી પ્રચાર તેજ બન્યો:આકરી ગરમી વચ્ચે ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે

    19 hours ago

    ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારની રણનીતિમાં કોઈ કસર છોડી નથી. દિવસ દરમિયાન ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો આકરા તાપ વચ્ચે પણ મતદારોના ઘરે-ઘરે જઈને આશીર્વાદ અને મત માંગી રહ્યા છે. દિવસના તાપથી બચવા માટે ઉમેદવારો રાત્રિના સમયે શેરી સભાઓનું આયોજન કરી રહ્યા છે. આ સભાઓમાં તેઓ પોતાનો વિકાસલક્ષી એજન્ડા રજૂ કરે છે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપે છે. મતદારો પણ જાગૃત બનીને પોતાના વોર્ડના વિકાસની અપેક્ષા સાથે ઉમેદવારોની વાત સાંભળી રહ્યા છે. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, જેના માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ આકરી ગરમી વચ્ચે કરવામાં આવેલો પ્રચાર કોના માટે ફળદાયી નીવડે છે તે જોવું રસપ્રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    તલાટી અને VCE લાંચ લેતા ઝડપાયા:જોટાણાના હરસુંડલ ગ્રામ પંચાયતના બે શખસો 10 હજારની લાંચ લેતા એસીબીની જાળમાં ઝડપાયા
    Next Article
    Myanmar Regime Expands Ban On Menstrual Products Amid Claims Of Misuse By Rebels: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment