Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં VCના મિત્ર 13માં કાયમી કુલસચિવ બન્યા:ડૉ. અજયસિંહ જાડેજાએ કહ્યું- હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો, ડિજિટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે

    1 week ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિના મિત્ર ડૉ. અજયસિંહ જાડેજાએ 13માં કાયમી કુલસચિવ તરીકે આજે 20 માર્ચના ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સાંભળતાની સાથે જ તેમણે કહ્યું કે, હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો છું. વર્ષ 1967 માં સ્થપાયેલી આ યુનિવર્સિટીના વહિવટમાં પારદર્શકતા લાવવાની સાથે કાયમી સ્ટાફની ભરતીની તેમજ યુનિવર્સિટીને ડિજિટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે. યુનિવર્સિટીના વહીવટમાં પારદર્શકતા આવશે ડૉ.જાડેજાએ જણાવ્યું હતું કે, આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં ફિઝિક્સ વિષય સાથે માસ્ટર ડિગ્રીથી લઈ પીએચ.ડી. પૂર્ણ કર્યુ છે અને ત્યાં જ હું રજીસ્ટ્રાર બન્યો તેનું ગૌરવ છે. આ યુનિવર્સિટી ખૂબ જૂની છે. અહીં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ટોચના સ્થાને પહોંચ્યા છે. જેથી યુનિવર્સિટીના વહીવટમાં પારદર્શકતા આવે અને ડિજિટલાઈઝેશન તરફ યુનિવર્સિટી આગળ વધે તેવા પ્રયાસો રહેશે. આ સાથે જ યુનિવર્સિટીમાં એક જ વ્યક્તિને ઘણી બધી જવાબદારી સોંપવામાં આવી હોય તો કામગીરી પર અસર થાય, પરંતુ હવે કાયમી સ્ટાફની ભરતી થશે એટલે કામગીરીમાં સુધારો આવશે. જેનો ફાયદો યુનિવર્સિટીને થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રાર
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ:મંત્રી અર્જુન મોઢવાડિયા શુભારંભ કરાવશે; લોકપ્રિય લોકસાહિત્યકાર રવિ આહીર લોકડાયરાની રમઝટ બોલાવશે
    Next Article
    વીજ કચેરીમાં ફોનનું રીસિવર નીચે મૂકી દેવાયું:રાજકોટની સોરઠીયાવાડી સબ ડિવિઝનમાં માથાકૂટનો વીડિયો વાઈરલ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 247 ગામડાઓમાં અંધારપટ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment