Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ:મંત્રી અર્જુન મોઢવાડિયા શુભારંભ કરાવશે; લોકપ્રિય લોકસાહિત્યકાર રવિ આહીર લોકડાયરાની રમઝટ બોલાવશે

    1 week ago

    પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આગામી 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને જનતામાં સ્વાસ્થ્યપ્રદ આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ મહોત્સવ મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત યોજાઈ રહ્યો છે. મહોત્સવનો શુભારંભ શનિવાર, 21 માર્ચના રોજ સવારે 10 કલાકે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે થશે. આ પ્રસંગે જિલ્લાના અન્ય મહાનુભાવો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં વિવિધ આકર્ષણો જોવા મળશે. આઈસીડીએસ, નાબાર્ડ, આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત વિભાગ દ્વારા મિલેટ્સ (શ્રી અન્ન) આધારિત માહિતીપ્રદ સ્ટોલ્સ રાખવામાં આવશે. મુલાકાતીઓ માટે લાઈવ ફૂડ કોર્ટમાં મિલેટમાંથી બનેલી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, 'રેડી ટુ ઈટ' મિલેટ ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીની પેદાશોનું પ્રદર્શન તેમજ સીધું વેચાણ પણ કરવામાં આવશે. પ્રદર્શન બંને દિવસ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. મહોત્સવના પ્રથમ દિવસે, 21 માર્ચના રોજ રાત્રે 9 કલાકે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં લોકપ્રિય લોકસાહિત્યકાર રવિ આહીર લોકડાયરાની રમઝટ બોલાવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લઈ, મિલેટના ફાયદાઓ વિશે જાણવા, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામ્ય નેટવર્ક સમસ્યા યથાવત, લોકોને મુશ્કેલી:ધારાસભ્યો અને કલેક્ટર પાસેથી નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની માહિતી મેળવશે
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં VCના મિત્ર 13માં કાયમી કુલસચિવ બન્યા:ડૉ. અજયસિંહ જાડેજાએ કહ્યું- હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો, ડિજિટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment