Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામ્ય નેટવર્ક સમસ્યા યથાવત, લોકોને મુશ્કેલી:ધારાસભ્યો અને કલેક્ટર પાસેથી નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની માહિતી મેળવશે

    1 week ago

    રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રશ્ન હજી યથાવત છે. સરકાર દ્વારા ભારત નેટ યોજનાના ભાગરૂપે ગ્રામ પંચાયત સ્તરે કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, અનેક ગામોમાં હજી પણ નબળી નેટવર્ક સુવિધા લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. ઈ-સ્વાસ્થ્ય, ઈ-શિક્ષણ અને ઈ-ગવર્નન્સ જેવી સેવાઓનો પૂરતો લાભ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યા યથાવત રાજ્યમાં નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે Gujarat Fibre Grid Network Limited (GFGNL) દ્વારા ફાઈબર ગ્રીડ નેટવર્કનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે અને ગ્રામ્ય કનેક્ટિવિટી સુધારવા પ્રયાસો થઈ રહ્યા છે. છતાં, હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે આ પહેલોની અસર હજુ પૂરતી રીતે ધરાતળ પર જોવા મળી રહી નથી. નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની વિગત માંગવામાં આવી આ મુદ્દે ચર્ચા દરમિયાન રાજ્યમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે વિભાગ દ્વારા દરેક કલેક્ટરને પત્ર લખી તેમના જિલ્લામાં નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની વિગત માંગવામાં આવી રહી છે. સાથે સાથે ધારાસભ્યોને પણ તેમના મતવિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં નેટવર્ક સમસ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારને વિગતો મોકલવાની તૈયારી આ માહિતીના આધારે આગળની કાર્યવાહી માટે કેન્દ્ર સરકારને વિગતો મોકલવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જોકે, સતત ચાલી રહેલી સમસ્યાઓ વચ્ચે હજુ સુધી કોઈ તાત્કાલિક અને અસરકારક ઉકેલ સામે આવ્યો નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત બનાવવાનો મુદ્દો હજી પડકારરૂપ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અશાંતધારાના ભંગ મામલે સરકાર આકરા પાણીએ:પ્રાંત અધિકારી સામેના આક્ષેપોમાં તપાસના આદેશ, "નોકરી છોડી દેવાથી તપાસ અટકશે નહીં", 'તપાસના મૂળ સુધી પહોંચવા પોલીસને છૂટો દોર' - પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા
    Next Article
    પોરબંદરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ:મંત્રી અર્જુન મોઢવાડિયા શુભારંભ કરાવશે; લોકપ્રિય લોકસાહિત્યકાર રવિ આહીર લોકડાયરાની રમઝટ બોલાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment