Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાના ભંગ મામલે સરકાર આકરા પાણીએ:પ્રાંત અધિકારી સામેના આક્ષેપોમાં તપાસના આદેશ, "નોકરી છોડી દેવાથી તપાસ અટકશે નહીં", 'તપાસના મૂળ સુધી પહોંચવા પોલીસને છૂટો દોર' - પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા

    1 week ago

    રાજ્યમાં અશાંતધારાના કાયદાના ઉલ્લંઘન અને વહીવટી ગેરરીતિઓના ગંભીર આક્ષેપો વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે પ્રભારી મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, આરોપી ગમે તેટલો વગદાર હોય કે ગમે ત્યાં જતો રહ્યો હોય, સરકાર કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં, આ મામલે FIR દાખલ કરી પોલીસને તટસ્થ અને કડક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, ભાવનગરના SDM પ્રતિભા દહિયા અને તેમના ડ્રાઇવર ઉપર લાખો રૂપિયાના મિલકત ટ્રાન્સફર કરાવવા માટેના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા બાદ હવે ભાવનગરના પ્રભારી અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયા એ જણાવ્યું કે આગામી સમયમાં અશાંત ધારા બાબતે જે કાંઈ સુધારા હશે તે સુધારા લાવીને વિધાનસભામાં ફેરફાર કરવામાં આવશે, અશાંતધારામાં ભાવનગરમાં જે ભ્રષ્ટાચાર થયો છે, કૌશિક વેકરીયા એ કહ્યું અને જેમને પણ નિયમ ભંગ કર્યો છે તેને છોડવામાં નહીં આવે, ભાવનગરની કલેકટર કચેરી ખાતે આજે ભાવનગરના પ્રભારી અને રાજ્યના મંત્રી કૌશકભાઈ વેકરીયાની અધ્યક્ષ સ્થાને આયોજનની મીટીંગ મળી હતી, આ મીટીંગ દરમિયાન આવનારા દિવસોમાં ભાવનગરમાં નવા માર્ગ અને અન્ય વિકાસના કામોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, તે બાબતે પણ તેમને વાત કરતા જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયા અનુસાર માંગ થતી હોય છે અને ખાસ કરીને તાજેતરમાં જ ભાવનગરમાં SDM પ્રતિભા દહિયા નો ડ્રાઇવર મિલકત ટ્રાન્સફર કરાવવાના નામે મંજૂરી આપવા માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેનો વિડીયો અને ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં એસડીએમ પણ સવાલોના ઘેરામાં આવ્યા છે ત્યારે આ બાબતને લઈને કૌશિક વેકરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે...
    Click here to Read More
    Previous Article
    પાટણ LCBએ વિદેશી દારૂ ભરેલી કિયા ગાડી ઝડપી:TB ત્રણ રસ્તા પાસેથી 3 આરોપી ઝડપાયા, રૂ. 13.83 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ગ્રામ્ય નેટવર્ક સમસ્યા યથાવત, લોકોને મુશ્કેલી:ધારાસભ્યો અને કલેક્ટર પાસેથી નેટવર્ક સમસ્યા ધરાવતા વિસ્તારોની માહિતી મેળવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment