Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ કચેરીમાં ફોનનું રીસિવર નીચે મૂકી દેવાયું:રાજકોટની સોરઠીયાવાડી સબ ડિવિઝનમાં માથાકૂટનો વીડિયો વાઈરલ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 247 ગામડાઓમાં અંધારપટ્ટ

    6 days ago

    સૌરાષ્ટ્ર અને કચ્છમાં 19 માર્ચે વાવાઝોડા સાથે વરસાદના કારણે 800 વીજ પોલ અને 28 ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા 2645 ગામડાઓ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, તેમાંથી 2,440 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે, પરંતુ 247 ગામડાઓમાં હજુ અંધારપટ્ટ છે. જોકે રાજકોટમાં લાઈટ ગૂલ થતા અનેક જગ્યાએથી ગ્રાહકોએ કસ્ટમર કેર સેન્ટર અને સબ ડિવિઝન કચેરીમાં ફોન કર્યા હતા, પરંતુ ફોન રીસિવ ન થતા ગ્રાહકો વિફર્યા હતા. આ દરમિયાન સોરઠીયાવાડી સબડિવિઝનમાં ટેલિફોનનું રીસિવર નીચે મૂકી દીધું હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ગ્રાહક દ્વારા કર્મચારી સાથે માથાકૂટ પણ કરવામાં આવે છે. આ મામલે PGVCL દ્વારા કપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે ખુલાસા રિપોર્ટ માગવામાં આવ્યો છે. 2645 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો PGVCLના ચીફ એન્જિનિયર પી.જે.મહેતાએ જણાવ્યું હતું કે, 19 માર્ચના સવારે ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. જ્યારે બપોર બાદ અમરેલી, ભાવનગર અને બોટાદમાં વીજ સપ્લાયને અસર પહોંચી હતી. જોકે અમારી 573 ટીમો કાર્યરત હતી. જે બાદ સાંજ સુધીમાં 2645 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ફોન રીસિવર નીચે મૂકી દીધાનો વીડિયો વાઇરલ 800 જેટલા વીજ પોલ ધરાશયી થયા હતા અને 28 ટ્રાન્સફોર્મર પડી ગયા હતા. જેથી રૂ.101.86 લાખ જેટલું નુકશાન થયું છે. જ્યારે સોરઠીયાવાડી સબ ડિવિઝનમાં ફોન રીસિવર નીચે મૂકી દીધાનો વીડિયો વાઇરલ થયો હતો. તે બાબતે જણાવ્યું હતું કે, પીજીવીસીએલમાં 60 લાખ જેટલા ગ્રાહકો છે અને લાઇટ ગૂલ થાય ત્યારે ગ્રાહકોના ફોન ચાલુ થઈ જતા હોય છે. આમ છતાં પણ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે ગ્રાહકોના ફોન આવે ત્યારે તેમની ફરિયાદ તાત્કાલિક નોંધી વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યવાહી કરવી. રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરાશે આ ઉપરાંત પીજીવીસીએલના રાજકોટ શહેરના અધિક્ષક ઇજનેર જીગ્નેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સોરઠીયાવાડી સબ ડિવિઝનનો વીડિયો મળ્યા બાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે રિપોર્ટમાં ગયો છે અને તપાસ માટે આદેશ આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જેમની જવાબદારી નક્કી થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં VCના મિત્ર 13માં કાયમી કુલસચિવ બન્યા:ડૉ. અજયસિંહ જાડેજાએ કહ્યું- હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો, ડિજિટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે
    Next Article
    Gujarat Weather Forecast LIVE | 24 કલાક સાચવજો, વરસાદ અને વાવાઝોડાની આગાહી | Rain | Cyclone | Damage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment