Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 વર્ષીય બાંગ્લાદેશી સગીરાને 2 વખત વેચી નખાઈ:40 હજારમાં સોદો કરનાર નારોલની 'બુલ્લી'નામની મહિલાને 20 વર્ષની કેદ

    1 day ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારના મહિલા પોલીસ મથકે વર્ષ 2025માં મહિલા આરોપી સુલોતનાસિંઘ ઉર્ફે બુલ્લી સામે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાક્ષીઓ અને પુરાવા તપાસીને આરોપી મહિલાને 20 વર્ષની સખત કેદ અને આશરે 01 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બાંગ્લાદેશથી જંગલ માર્ગે કોલકતા અને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવી હતી કેસને વિગતે જોતા મૂળ બાંગ્લાદેશની 13 વર્ષીય સગીરાને તેની કાકાની દીકરીના ઓળખીતા બે વ્યક્તિ બાંગ્લાદેશથી જંગલ માર્ગે બોર્ડર પાર કરાવીને ભારતના કલકત્તામાં લાવ્યા હતા. ત્યાંથી ટ્રેન મારફતે અમદાવદમાં લાવવામાં આવી હતી. તેઓ સગીરા સાથે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા હતા. સગીરાને 2 વાર વેચી નાખવામાં આવી બંને આરોપીઓએ સગીરાને એક મહિલાને વેચી મારી હતી. આ મહિલાએ સગીરાને નારોલ ખાતે રહેતી સુલોતના સિંઘને 40 હજાર રૂપિયામાં વેચી હતી. તે છેલ્લા દોઢ બે વર્ષથી સુલોતનાના ઘરે ઘરકામ કરતી હતી. જ્યારે સુલોતના હાજર ના હોય ત્યારે તેનો દીકરો સનાતનસિંઘ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. બાંગ્લાદેશની સગીરાના પિતાનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. તે તેની કાકાની દીકરીના ઘરે ગઈ હતી. જ્યાં તેને બાંગ્લાદેશથી ભારતમાં ઘુસાડનાર આરોપીઓ હસીના અને તેનો પતિ મળ્યા હતા. બંનેને ફરવાના બહાને ભારતમાં લાવી કલકત્તાથી ટ્રેનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સગીરાની કાકાની દીકરીને પરત બાંગ્લાદેશ મોકલી આપવામાં આવી હતી. જ્યારે સગીરા આ બંને સાથે ચાંદલોડિયામાં રહેતી હતી. પોલીસે સગીરાને નારોલના સુલોતનાના ઘરેથી છોડાવી હતી. તેના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટે સગીરાને 05 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને પણ હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24*7 શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ:ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર, મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં
    Next Article
    રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમી મેળો:લોકમેળાનાં નામકરણ માટે મનપાએ આકર્ષક શીર્ષકો મગાવ્યા, આ રીતે નામ મોકલી શકશો; વિજેતાને રૂ.5000

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment