Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમી મેળો:લોકમેળાનાં નામકરણ માટે મનપાએ આકર્ષક શીર્ષકો મગાવ્યા, આ રીતે નામ મોકલી શકશો; વિજેતાને રૂ.5000

    1 day ago

    સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. નવા 150 ફૂટ રીંગરોડ પર અટલ સરોવર પાસે લોકમેળો યોજવા માટે છેલ્લા બે વર્ષથી વહીવટી તંત્ર મથામણ કરી રહ્યું છે અને જમીન સમથળ કરવા રૂ.12 કરોડની ગ્રાન્ટ પણ અગાઉ માંગવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. આ દરમિયાન હવે રેસકોર્સ મેદાનમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન જન્માષ્ટમીનો મેળો યોજવાનું જાહેર કરાયેલું છે ત્યારે આ મેળાને આકર્ષક શિર્ષક આપવા માટે વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે. નગરજનો પાસેથી લોકમેળાનાં નામકરણ માટે આકર્ષક શીર્ષકો મગાવાયા રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા.2થી 6 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી લોકમેળાનાં નામકરણ માટે આકર્ષક શીર્ષકો મંગાવવામાં આવે છે. નગરજનોએ રાજકોટના લોકમેળા માટે તેમનું સૂચિત શીર્ષક તા.22 જુલાઈ, 2026ના રાત્રે 23.59 કલાક સુધી ગૂગલ ફોર્મ લિંક - https://forms.gle/baqQAMDrrHhsN2p6A અથવા આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને વિગતો ભરીને આપવાનું રહેશે. આ લિંક પ્રાદેશિક માહિતી કચેરી -રાજકોટનાં અધિકૃત ફેસબુક પેજ Info Rajkot GoG , ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ inforajkotgog અને એક્સ એકાઉન્ટ Info Rajkot GoG પરથી પણ મેળવી શકાશે. વિજેતા સ્પર્ધકને રૂ.5000 ના રોકડ પુરસ્કાર શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે. ગુગલ ફોર્મમાં લોકમેળાના ફક્ત એક શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે. તા.22 જુલાઈની સમય મર્યાદા બાદ આવેલા નામો પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. પ્રાપ્ત થયેલી એન્ટ્રીઓમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. લોકમેળાના નામની પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. મેળાનાં નામ તરીકે પસંદગી પામેલ શીર્ષક આપનાર વિજેતા સ્પર્ધકને રૂ.5000 ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    13 વર્ષીય બાંગ્લાદેશી સગીરાને 2 વખત વેચી નખાઈ:40 હજારમાં સોદો કરનાર નારોલની 'બુલ્લી'નામની મહિલાને 20 વર્ષની કેદ
    Next Article
    હિંમતનગર સ્ટેશન પર કોચ ઇન્ડિકેટરનું કામ શરૂ:કામ પૂર્ણ થતાં મુસાફરોને ટ્રેનના કોચ શોધવામાં સરળતા થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment