Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર સ્ટેશન પર કોચ ઇન્ડિકેટરનું કામ શરૂ:કામ પૂર્ણ થતાં મુસાફરોને ટ્રેનના કોચ શોધવામાં સરળતા થશે

    1 day ago

    હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કોચ ઇન્ડિકેટર લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ નંબર 1 પર આ કામગીરી ચાલી રહી છે, જે આગામી દિવસોમાં વાયરિંગ સહિતનું કામ પૂર્ણ થતાં કાર્યરત થશે. હાલમાં હિંમતનગર રેલવે સ્ટેશન પર જયપુર, ઉદેપુર, કોટા, આગ્રા, ચિત્તોડગઢ અને ખેડબ્રહ્મા તરફની ટ્રેનો આવે છે. મુસાફરોને ઘણીવાર પોતાનો કોચ ક્યાં ઊભો રહેશે તે શોધવામાં મુશ્કેલી પડતી હોય છે અને પૂછપરછ કરવા છતાં યોગ્ય માહિતી મળતી નથી. નવી સિસ્ટમ હેઠળ, પ્લેટફોર્મ પર જ કોચ ઇન્ડિકેટર મુસાફરોને કયો કોચ ક્યાં આવશે તેની જાણકારી આપશે. આ માટે મલ્ટી-પોલ ઊભા કરવામાં આવ્યા છે અને તેમાં વાયરિંગનું કામ ચાલી રહ્યું છે. કોચ ઇન્ડિકેટર ઉપરાંત, પ્લેટફોર્મના શેડમાં કઈ ટ્રેન ક્યારે આવશે તેની માહિતી આપતી પેનલો પણ લગાવવામાં આવી રહી છે. આ તમામ સેવાઓ કાર્યરત થતાં મુસાફરોને મોટો ફાયદો થશે. હાલમાં પ્લેટફોર્મ નંબર 1 પર 19 પોલ લગાવવામાં આવ્યા છે, ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 2 પર પણ આ કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, ઉદેપુર અને ખેડબ્રહ્મા બંને તરફ ટ્રેનો ચાલતી હોવાથી હિંમતનગર એક જંકશન બન્યું છે. અમૃત ભારત યોજના હેઠળ અહીં નવીન રેલવે સ્ટેશનનું નિર્માણ પણ થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમી મેળો:લોકમેળાનાં નામકરણ માટે મનપાએ આકર્ષક શીર્ષકો મગાવ્યા, આ રીતે નામ મોકલી શકશો; વિજેતાને રૂ.5000
    Next Article
    GDN Trailer: R Madhavan Transforms Into 'Edison Of India' GD Naidu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment