Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોગ ફીડિંગ પર પ્રતિબંધથી વિવાદ:પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ VC, મ્યુ. કમિશનરને ફોન કર્યો : 100 શ્વાનોને ખોરાક - પાણી બંધ કરાતા જીવદયા પ્રેમીઓ રોસે ભરાયા

    16 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમલવારીના અનુસરણ સ્વરૂપે કેમ્પસમાં રહેતા 100 શ્વાનોને ભોજન કે પાણી પીવડાવવા પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવવામાં આવતા શ્વાન પ્રેમીઓમાં રોસ ફેલાયો છે અને તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે.જીવદયા પ્રેમીઓ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો આ મામલામાં ભાજપ સરકારમાં પૂર્વ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ પ્રાણી અધિકાર કાર્યકર્તા અને પર્યાવરણવિદ મેનકા ગાંધીએ કુલપતિ, મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે રાજકોટ સહિત ગુજરાતમાં અબોલ જીવો માટેનું અનોખું કરુણા અભિયાન ચલાવતા મિતલ ખેતાણીએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે યુનિવર્સિટીના આ નિર્ણયને મૂર્ખતાભર્યો ગણાવ્યો છે અને તાત્કાલિક બેનરો હટાવવા માંગ કરી છે. દરરોજ સવારે 8 થી 9 જ ડોગ ફિડિંગ કરાવી શકશે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ 300 એકરથી વધુ જગ્યામાં પથરાયેલુ છે. અહીં 100 થી વધુ શ્વાન વસવાટ કરે છે. યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે ત્યારે રાત્રિના સમયે જ્યારે તેઓ પોતાની હોસ્ટેલ પર પરત ફરતા હોય છે ત્યારે શ્વાન પાછળ દોડતા હોય છે અને ડોગ બાઈટની ઘટનાઓ પણ બધી હોય છે. આ ઉપરાંત 1500 થી વધુ વડીલો સવાર અને સાંજ વોકિંગ માટે આવે છે. જેમની પણ ફરિયાદ હતી કે મુખ્ય રોડ પર જ શ્વાન હોય છે જે પાછળ દોડે છે. જેથી તેનું નિરાકરણ કરવું પડે. જે બાદ સર્વોચ્ચ અદાલતનો 22/08/2025 ના ચુકાદો આવ્યો. આ દરમિયાન શ્વાન ફીડિંગ પર પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં આવ્યા. જે પછી શ્વાન પ્રેમીઓ પણ અહીં આવ્યા હતા. જેમનો પક્ષ પણ ધ્યાને લીધો છે. જેથી એવી વચગાળાની યોજના બનાવી છે કે એક કલાક માટે ફીડિંગ કરાવી શકે. આ સાથે જ રાજકોટમાં નગરપાલિકાને પણ પત્ર લખ્યો છે અને ડોગ શેલ્ટર બનાવવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટી કેમ્પસમાં જે શ્વાનો છે તેમનું ખસીકરણ થઈ ગયું છે. જેથી વસ્તી વધારા પર નિયંત્રણ લાવી શકાય. જોકે દરરોજ સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન ડોગ ફિડિંગ કરાવી શકશે. પરંતુ ગમે ત્યારે આવીને શ્વાનોને ભોજન કે પાણી આપી નહીં શકાય. જ્યારે જીવદયા પ્રેમી અને કરુણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનને ફીડિંગ પર પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જે સંદર્ભે અમારી ટીમ ત્યાં રૂબરૂ ગઈ હતી અને મેનકા ગાંધીજીએ પણ કુલપતિ સાથે ટેલિફોનીક વાત કરી હતી. આ ઉપરાંત મેનકાજીએ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી સાથે પણ વાત કરી હતી. હકીકતમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો છે કે સૌ પ્રથમ તો શ્વાન માટેના મોટા શેલ્ટરની વ્યવસ્થા કરવી, તેમની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે તેમજ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ કરવામાં આવે અને ત્યારબાદ માણસો માટે જોખમ ઊભું થતું હોય તેવી જાહેર જગ્યા હોય તો અમે તો જ શ્વાનોને શિફ્ટ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 100 શ્વાનો માટેનું પાણી અને ભોજન બંધ કરી દીધું અને આ શ્વાનો મૃત્યુ પામશે તો ભયાનક રોગચાળો ફેલાશે. જેથી યુનિવર્સિટીનું આ મૂર્ખામીભર્યું પગલું છે. આખા દેશમાં ક્યાંય પણ આ પ્રકારની સિસ્ટમ નથી. જેથી તાત્કાલિક આ બોર્ડ હટવું જોઈએ. રાજકોટ ટુ સેવાની નગરી છે અને ક્યાંય કોઈ એકાદ બે શ્વાન લોકોને હેરાન કરતા હોય તો તેના માટે વ્યવસ્થા કરી શકાય. જેમ મનુષ્યની આ પૃથ્વી છે તેમ શ્વાનોની અને અબોલ જીવોની પણ આ પૃથ્વી છે. શ્વાન એ મનુષ્યોનું વફાદાર મિત્ર છે. ક્યાંક કોઈ એકલ દોકલ બનાવ બન્યો હોય તો તેની આપણે તકેદારી રાખશું. જોકે આ પ્રકારનો નિર્દેશ એ મૂર્ખતાપૂર્ણ છે. જેથી તાત્કાલિક તે બોર્ડ હટાવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ:ટાવર રોડ, સ્ટેશન વિસ્તારમાં ઝાપટાં; ખેડૂતોમાં ખુશીનો માહોલ
    Next Article
    પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી:જોષીપરા-ખલીપુર રોડ પર રસ્તો બેસી જતાં ટ્રક ધસ્યો, મનપાના ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી સામે જનતામાં ભારે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment