Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ:ટાવર રોડ, સ્ટેશન વિસ્તારમાં ઝાપટાં; ખેડૂતોમાં ખુશીનો માહોલ

    15 hours ago

    નવસારી શહેરમાં 12 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. દિવસભરના બફારા અને ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના આગમનથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. સાંજના સમયે આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. શહેરના ટાવર રોડ, ગોલવાડ ફુવારા અને સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી. આ વરસાદ નવસારી જિલ્લાના ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે. ખાસ કરીને ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદી પાણી ખૂબ જ ઉપયોગી બનશે. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકની કામગીરી વધુ ઝડપી બનાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં મોન્સૂન સિસ્ટમ સક્રિય હોવાથી આગામી કલાકોમાં નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા મુસ્લિમ સમાજે SP ને આવેદનપત્ર આપ્યું:પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નાઝિયા ઇલાહી સામે કાર્યવાહીની માંગ
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોગ ફીડિંગ પર પ્રતિબંધથી વિવાદ:પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ VC, મ્યુ. કમિશનરને ફોન કર્યો : 100 શ્વાનોને ખોરાક - પાણી બંધ કરાતા જીવદયા પ્રેમીઓ રોસે ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment