Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરામાં SP સંજય ખરાતે 10 અરજદારો સાથે સીધો સંવાદ કર્યો:વાર્ષિક તપાસણી દરમિયાન પોલીસ કામગીરીની ગુણવત્તા અને પારદર્શિતા ચકાસી

    10 hours ago

    અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે નાગરિકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારીના સંબંધોને મજબૂત કરવા મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, તેમણે બાબરા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરી હતી. આ તપાસણી દરમિયાન, SPએ 10 જેટલા અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત, SPના અધ્યક્ષ સ્થાને બાબરા ટાઉન ખાતે ગામના સરપંચો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ નાગરિકો સાથે એક લોક દરબારનું પણ આયોજન કરાયું હતું. આ લોક દરબારમાં સાયબર ક્રાઇમ, CCTV કેમેરા લગાવવા, ટ્રાફિકના નિયમો અને અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન અંગે માર્ગદર્શન અપાયું હતું. તપાસણી દરમિયાન, SPએ અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તેમણે અરજીઓમાં થયેલી તપાસની પ્રગતિ, અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ અને વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. SPએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તપાસની ગુણવત્તા, પારદર્શિતા અને સમયબદ્ધ કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, અસામાજિક તત્વો સામેની કાર્યવાહી, મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, જમીન-મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો અને જાહેર હિતની અન્ય અરજીઓની પણ વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. અરજદારોએ પોલીસની કામગીરી, તપાસની નિષ્પક્ષતા અને થયેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. SP સંજય ખરાતે સંબંધિત અધિકારીઓને દરેક અરજીમાં કાયદેસર, નિષ્પક્ષ અને સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે નાગરિકોને ઝડપી, સંવેદનશીલ અને અસરકારક પોલીસ સેવા પૂરી પાડવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રસ્તામાં મળેલો અજાણ્યો મોબાઈલ ખિસ્સામાં મૂકવો ભારે પડ્યો:સુરતમાં ATMમાં પૈસા ઉપાડતી વખતે ફોન બ્લાસ્ટ, યુવકનો સાથળ દાઝી ગયો
    Next Article
    બોટાદના કથિત 1 કરોડના તોડકાંડ પર ધારાસભ્યની પ્રતિક્રિયા:ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કહ્યું- જે સાચું હશે તે બહાર આવશે; બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment