Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી:જોષીપરા-ખલીપુર રોડ પર રસ્તો બેસી જતાં ટ્રક ધસ્યો, મનપાના ભ્રષ્ટાચાર અને લાલિયાવાડી સામે જનતામાં ભારે રોષ

    23 hours ago

    ​જૂનાગઢ શહેરમાં હજુ તો વિધિવત રીતે ચોમાસાની શરૂઆત પણ થઈ નથી અને મેઘરાજા મન મૂકીને વરસે તે પહેલા જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. શહેરના રસ્તાઓ ચોમાસાના વહેતા પાણીમાં ભીંજાય અને ધોવાય તે પૂર્વે જ માર્ગો પર ભારે વાહનો ધસી પડવાના અને ફસાવાણી શરૂઆત થઈ ચૂકી છે. જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ મનપાના સત્તાધીશો અને એન્જિનિયરોની નબળી કામગીરીની પોલ આખા શહેર સામે ખુલ્લી પાડી દીધી છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. ટ્રકના પાછળના વ્હીલ જમીનમાં ઊંડે સુધી ધસી ગયા હતા ​સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જૂનાગઢના જોષીપરાથી ખલીપુર તરફ જતા મુખ્ય માર્ગ પરથી એક પથ્થર ભરેલો ભારે ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ચાલુ ટ્રકે રસ્તો નીચે બેસી ગયો હતો. માર્ગની નબળી ગુણવત્તાના કારણે પથ્થરના વજનથી આખો રસ્તો ધસી પડ્યો હતો, જેના લીધે પથ્થર ભરેલા આ ટ્રકના પાછળના વ્હીલ જમીનમાં ઊંડે સુધી ધસી ગયા હતા. રસ્તો બેસતાની સાથે જ ટ્રક એકતરફ નમી પડ્યો હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. ધોળા દિવસે મુખ્ય માર્ગ પર ટ્રક ધસી જવાની આ ઘટનાને પગલે આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ​રોડ-રસ્તાની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી દીધા ચોમાસાના વરસાદી પાણી રોડ પર ફરે તે પહેલા જ બનેલી આ ઘટનાએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન અને રોડ-રસ્તાની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે. સ્થાનીક વાહનચાલકો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેમનામાં એક અજાણ્યો ભય પણ વ્યાપી ગયો છે કે ક્યારે કયો રસ્તો બેસી જશે તે નક્કી નથી. અગાઉ પણ અનેક વખત વિરોધ પક્ષ તેમજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા જૂનાગઢ શહેરના રોડ, રસ્તા અને ગટરના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, લાલિયાવાડી અને બિનઆવડતભર્યા કામો થયા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના પર આ ઘટનાએ મહોર મારી દીધી છે. ​લોકો હવે મનપા પાસે જવાબ માંગી રહ્યા છે ચોમાસાની ઋતુ પૂર્વે જ જૂનાગઢ મહાનગરપાલિકાની આવી બિનઆવડતભરી નીતિ અને ભ્રષ્ટાચારથી ખદબદતા કામોનું જીવતું-જાગતું ઉદાહરણ પ્રજા સમક્ષ આવી ગયું છે. આ નબળા રોડ રસ્તાના કારણે જૂનાગઢની જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોજ અને ફિટકારની વર્ષા જોવા મળી રહી છે. જનતા કહી રહી છે કે, જો વરસાદ પડ્યા વગર જ શહેરના મુખ્ય માર્ગોની આવી દયનીય સ્થિતિ થતી હોય, તો આગામી દિવસોમાં જ્યારે ચોમાસુ જામશે ત્યારે પરિસ્થિતિ કેટલી હદ સુધી કપરી અને ભયજનક બનશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. લોકો હવે મનપા પાસે જવાબ માંગી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ સામાન્ય વજન પણ કેમ સહન કરી શકતા નથી.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોગ ફીડિંગ પર પ્રતિબંધથી વિવાદ:પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ VC, મ્યુ. કમિશનરને ફોન કર્યો : 100 શ્વાનોને ખોરાક - પાણી બંધ કરાતા જીવદયા પ્રેમીઓ રોસે ભરાયા
    Next Article
    કડાણા રોડ પર 6 દિવસનું નવજાત બાળક મળ્યું:પોલીસે ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment