Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 6 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી:પાટણ, સુરત, ખેડા, અમરેલી અને વડોદરાના અધિકારીઓની બદલી

    12 hours ago

    ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા 6 અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ પૈકી ચાર અધિકારીઓની જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે, જ્યારે બે અધિકારીઓને સ્વવિનંતીથી નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે. આ 6 TDOની બદલી વિભાગના આદેશ મુજબ, પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ બાબુજી પરમારની સુરત જિલ્લાના માંગરોળ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળના તાલુકા વિકાસ અધિકારી હરિપ્રસાદસિંહ છત્રસિંહ ધરિયાની પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે નિમણૂક કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઓલપાડના તાલુકા વિકાસ અધિકારી ડૉ. પી. એસ. આસોડિયાની ડાંગ જિલ્લાના આહવા ખાતે બદલી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના મહેમદાબાદના તાલુકા વિકાસ અધિકારી પંકજકુમાર જોરાવરસિંહ મહિડાને ગાંધીનગર સ્થિત ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં મદદનીશ વહીવટી અધિકારી તરીકે પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના બગસરાના તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન નાનજીભાઈ વાલેરાની રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (વર્ગ-2) તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના શિનોરના તાલુકા વિકાસ અધિકારી મહેશ પરશોત્તમભાઈ વિરાણીની વલસાડ જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (વર્ગ-2) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાત્કાલીક નવી જગ્યાએ હાજર થવા આદેશ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બદલી પામેલા અધિકારીઓને તેમના સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ તાત્કાલિક કાર્યમુક્ત કરી નવી નિમણૂકની જગ્યાએ હાજર થવા માટેની કાર્યવાહી કરવાની રહેશે. આ અંગેનો આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર નવરાત્રી મહોત્સવમાં એસપી પ્રેમસુખ ડેલુ ગરબે ઘૂમ્યા:નાના બાળકો સાથે ગરબા રમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો, આગેવાનો પણ હાજર રહ્યા
    Next Article
    ખેલ મહાકુંભમાં સી.યુ. શાહ ક્લબના સ્વિમરોનો દબદબો:જિલ્લાકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વિવિધ ઇવેન્ટ્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment