Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદીપસિંહ વાઘેલાને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળી શકે:ટૂંકસમયમાં નીતિન નવીનની નવી ટીમ બનશે, રજની પટેલ, ધવલ પટેલ અને હેમાંગ જોશીના નામ પણ ચર્ચામાં

    1 day ago

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા વચ્ચે ગુજરાતમાંથી કોને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળશે તેને લઈને ચર્ચા તેજ બની છે. સૂત્રો અને રાજકીય વર્તુળોમાં પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલનાં નામ ચર્ચામાં છે. આ સાથે વડોદરાના સાંસદ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોશીનું નામ પણ ચર્ચામાં છે. હાલ ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્તરે કોણ? ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય સંગઠન અને કેન્દ્રીય રાજકારણમાં પહેલેથી જ અનેક મહત્વના ચહેરા છે. સી.આર. પાટીલ કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ લાંબો અનુભવ ધરાવે છે. મનસુખ માંડવિયા પોરબંદરના સાંસદ અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય સિનિયર નેતાઓ રાષ્ટ્રીય રાજકારણમાં અલગ-અલગ ભૂમિકામાં રહ્યા છે. હવે નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના સંગઠનાત્મક નેતાઓને સ્થાન મળે છે કે નહીં તેના પર નજર છે. રજની પટેલ: પૂર્વ ગૃહ રાજ્યમંત્રીથી સંગઠનના મહત્વના ચહેરા સુધી રજની પટેલ ગુજરાત ભાજપના જૂના અને અનુભવી સંગઠનાત્મક ચહેરાઓમાં ગણાય છે. તેઓ ગુજરાત સરકારમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ભાજપના પ્રદેશ સંગઠનમાં તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે પણ મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. 2020માં સી.આર. પાટીલની નવી પ્રદેશ ટીમમાં રજની પટેલને મહામંત્રી તરીકે સ્થાન મળ્યું હતું. 2024માં તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સંગઠનાત્મક કામકાજ માટે ઇન્ચાર્જની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તે સમયે તેઓ ગુજરાત ભાજપના મહામંત્રી હતા.આ કારણે નવી રાષ્ટ્રીય ટીમમાં અનુભવી સંગઠનાત્મક ચહેરા તરીકે રજની પટેલને સ્થાન આપવાની સંભાવના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. ધવલ પટેલ: સાંસદ સાથે રાષ્ટ્રીય આદિજાતિ મોરચામાં પણ ભૂમિકા ધવલ પટેલ 2024માં વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ બન્યા હતા. તેઓ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના છે. રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં તેઓ મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ તથા એમબીએનો અભ્યાસ કર્યો છે. ધવલ પટેલની ખાસિયત એ છે કે તેઓ માત્ર સાંસદ જ નહીં, પરંતુ ભાજપના એસટી મોરચાની રાષ્ટ્રીય સોશિયલ મીડિયા જવાબદારી સાથે પણ જોડાયેલા રહ્યા છે. એટલે નવી રાષ્ટ્રીય ટીમમાં આદિવાસી પ્રતિનિધિત્વ, યુવા નેતૃત્વ અને ડિજિટલ સંગઠન, ત્રણેય સમીકરણમાં ધવલ પટેલનું નામ મહત્વનું બની શકે છે. પ્રદીપસિંહ વાઘેલાની રાષ્ટ્રીય સ્તરે વાપસીની ચર્ચા પ્રદીપસિંહ વાઘેલા ગુજરાત ભાજપના સંગઠનમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા છે. 2016માં તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા હતા અને તે સમયે તેઓ સૌથી નાની ઉંમરના પ્રદેશ મહામંત્રીઓમાં હતા. 2020માં તેમને હૈદરાબાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ તરફથી સહપ્રભારી જેવી રાષ્ટ્રીય સ્તરની સંગઠનાત્મક જવાબદારી પણ આપવામાં આવી હતી. હવે નીતિન નવીનની નવી ટીમની સંભાવનાઓ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો તેમને રાષ્ટ્રીય સંગઠનમાં જવાબદારી મળે તો ગુજરાત ભાજપના સંગઠનમાં સક્રિય રહેલા જૂના-અનુભવી નેતાને ફરી રાષ્ટ્રીય સ્તરે તક મળશે. હેમાંગ જોશીનું નામ યુવા ચહેરા તરીકે આ તમામ નામો વચ્ચે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નામ પણ ચર્ચામાં છે. તેઓ હાલમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે અને યુવા સંગઠનના ચહેરા તરીકે તેમની ભૂમિકા વધી છે.અગાઉ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પદ માટે પણ હેમાંગ જોશીનું નામ ચર્ચાયું હતું. તેથી નવી રાષ્ટ્રીય ટીમમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે તો હેમાંગ જોશીને પણ રાષ્ટ્રીય સ્તરે જવાબદારી મળી શકે તેવી અટકળો છે. ગુજરાતમાં અનુભવી અને યુવા બંને ચહેરાનું સમીકરણ? નવી રાષ્ટ્રીય ટીમમાં જો ગુજરાતમાંથી આ નામોમાંથી પસંદગી થાય તો ભાજપ માટે એક તરફ રજની પટેલ અને પ્રદીપસિંહ વાઘેલા જેવા સંગઠનના અનુભવી ચહેરા, બીજી તરફ ધવલ પટેલ અને હેમાંગ જોશી જેવા યુવા ચહેરાનું સમીકરણ બની શકે છે. હાલમાં આ તમામ નામો અંગે અંતિમ નિર્ણય જાહેર થયો નથી. તેથી પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, ધવલ પટેલ અને હેમાંગ જોશી, ચારેય નામોને સંભવિત ચર્ચિત નામ તરીકે જ જોવાના રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત થયા બાદ જ ગુજરાતમાંથી કોને સ્થાન મળ્યું અને કઈ જવાબદારી સોંપાઈ તે સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    50 ફૂટનો રોડ લોહીલુહાણ, તરફડીને મોત:સુરતમાં ભત્રીજાનો જન્મદિવસ ઉજવીને નીકળેલા યુવકને સોસાયટીના ગેટ સામે જ બાઇક સવારોએ આડેધડ ચપ્પુના ઘા ઝીંક્યા
    Next Article
    ડો.જનમ ઠાકોરની અમદાવાદમાં બઢતી સાથે બદલી‎:જિલ્લામાં પ્રાંત અધિકારી- ડીડીઓ સહિત 6 અધિકારીઓની બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment