Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50 ફૂટનો રોડ લોહીલુહાણ, તરફડીને મોત:સુરતમાં ભત્રીજાનો જન્મદિવસ ઉજવીને નીકળેલા યુવકને સોસાયટીના ગેટ સામે જ બાઇક સવારોએ આડેધડ ચપ્પુના ઘા ઝીંક્યા

    1 day ago

    સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે વેડરોડ કતારગામ દરવાજા વિસ્તારમાં 16 ઓગસ્ટની મોડીરાત્રે ભત્રીજાના જન્મદિવસની ખુશી મનાવી ઘરે પરત ફરી રહેલા 31 વર્ષીય યુવક પર ત્રણ અજાણ્યા બાઇક સવારોએ જીવલેણ હથિયારો વડે હુમલો કરી ક્રૂર હત્યા કરી નાખી હતી. સોસાયટીના ગેટ પાસેનો 50 ફૂટનો રોડ લોહીલુહાણ થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ભત્રીજાનો જન્મદિવસ ઉજવીને ઘરે ગયા બાદ હત્યા થઈ કતારગામ દરવાજા વેડરોડ ખાતે પ્રભુનગર સોસાયટી-1માં રહેતા પિયુષભાઈ જીવણભાઈ પારઘીના 2 વર્ષના પુત્ર ધ્યેયનો જન્મદિવસ હોવાથી રાત્રે પરિવારજનો ભેગા થયા હતા. જેમાં પિયુષભાઈના મોટાભાઈ કલ્પેશભાઈ (ઉં.વ.31) તથા મિત્ર વિપુલભાઈ મેવાડા પણ સામેલ થયા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ જન્મદિવસની ઉજવણી પૂર્ણ કર્યા બાદ કલ્પેશભાઈ અને વિપુલભાઈ રૂમ પર ગયા હતા. સોસાયટીના ગેટ પાસે કલ્પેશ લોહીલુહાણ હાલતમાં મળ્યો રાત્રે વિપુલભાઈ ખાણીપીણીની સામગ્રી લઈને પિયુષભાઈના ઘરે આવ્યા હતા. આ દરમિયાન પ્રભુનગર સોસાયટીના મુખ્ય ગેટ પાસે કલ્પેશભાઈ ઊભેલા દેખાયા હતા અને નજીકમાં અન્ય બે-ત્રણ અજાણ્યા શખ્સો પણ હાજર હતા. શંકા જતાં પિયુષભાઈ અને વિપુલભાઈ ગેટ તરફ દોડી ગયા હતા, જ્યાં કલ્પેશભાઈ રોડની સાઈડમાં લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યા હતા. કમર, સાથળ અને કૂખના ભાગે ઘાતક હુમલો કરાયો હુમલાખોરોએ કલ્પેશભાઈની જમણી બાજુની કમર, જમણા પગના સાથળ, ડાબા સાથળ અને કૂખના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. કલ્પેશભાઈએ કણસતા અવાજે જણાવ્યું કે, બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો છે અને તેઓ ભાગી છૂટ્યા છે. હોસ્પિટલ પહોંચતા તબીબોએ મૃત જાહેર કર્યા ગંભીર હાલતમાં કલ્પેશભાઈને તાત્કાલિક મોપેડ પર બેસાડી પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે એની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, વધુ પડતું લોહી વહી ગયું હોવાથી ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો આ મામલે મૃતકના નાનાભાઈ પિયુષભાઈ પારઘીની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે ત્રણ અજાણ્યા બાઇક સવારો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે સોસાયટી તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી હુમલાખોરોની ઓળખ મેળવવા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ તેજ કરી છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મૃતક કલ્પેશ દલાલીનું કામ કરતા હતા અને તેઓ પત્ની પિંકીબેન, બે દીકરીઓ તથા એક દીકરા સાથે પ્રભુનગર વિભાગ-01 ખાતેના રેસીડેન્સી ફ્લેટમાં અલગ રહેતા હતા. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Dog Urinated Next To An Auto. It Led To A Bloody Fight, Murder In Telangana
    Next Article
    પ્રદીપસિંહ વાઘેલાને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળી શકે:ટૂંકસમયમાં નીતિન નવીનની નવી ટીમ બનશે, રજની પટેલ, ધવલ પટેલ અને હેમાંગ જોશીના નામ પણ ચર્ચામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment